વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા લીલેરીયા હોલ ખાતે વડોદરાના નેજા હેઠળ શહેરની અગ્રણી સંસ્થાઓ જેમાં ડોકટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીઝનેસ ગ્રુપ્સ એસોસીએશન તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વડોદરા શહેરની સુંદર શાનમાં વધારો કરી શકે તે માટે સલાહ સુચનો પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ ડો. િવજય શાહ ઉપસ્થિત રહયા હતા.
તેનંુ ટીમ વડોદરાના સદસ્યો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. શહેરના સમા સાવલી રોડ ખાતે ટીમ વડોદરાના નેજા હેઠળ લીલેરીયા હોલમાં એક મીટીંગનું આયોજન કર્યું હતું. ટીમ વડોદરાના એક કોર કમીટી બનાવવામાં આવી છે જેમાં યોગેશભાઈ ઠક્કર, સુરેન્દ્રભાઈ રાઠોડ, ડો. મીતેશ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ક્રેડાઈના પ્રમુખ હીતેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં િવશ્વામીત્રી પ્રોજેકટને લગતુ આયોજન તેની સુંદરતામાં વધારો કરવા માટે વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા.
કલીન વડોદરા ગ્રીન વડોદરા બને તે માટે પણ સલાહ સુચન થયા હતા. આ કાર્યક્રમ અંગે પ્રિતેશ શાહે જણાવ્યુ હતું કે, વડોદરા શહેરની સુંદરતામાં વધારો થાય તે માટે ટીમ વડોદરા દ્વારા કાર્ય કરાશે. જેમાં કોર્પોરેશન સાથે સંકલન કરીને વિવિધ કાર્યો કરી શકાય વહો વડોદરા જે પાયલોટ પ્રોજેકટ છે જે પ્રોજેકટમાં 500 મીટર જેટલી જગ્યામાં આયોજન થાય અને આ પ્રોજેકટમાં જે ખર્ચ થશે તે ટીમ વડોદરા દ્વારા ઉઠાવવામાં આવશે. જેમાં ઈન્દુ બ્લડ બેંક વતી ડો. િવજય શાહે પંદર લાખનું ડોનેશન આપવાની જાહેરાત કરી હતી. વધુમાં િશક્ષણમાં સુધારો તેમજ સીટી મ્યુઝીયમનો વિકાસ તેમજ વૃક્ષારોપણ કેનાલ ફરતે કરી શકાય તેવા સુચનો મળ્યા હતા.
આ બાબતે ઉપસ્થિત અગ્રણીઓ સલાહ સુચનો કર્યા હતા. ભાજપ અધ્યક્ષ ડો. િવજય શાહે પણ ટીમ વડોદરાનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, ટીમ વડોદરા દ્વારા જે મુહીમ ઉપાડી છે તેમા પૂરતો સહકાર આપીને વડોદરાની સુંદરતાને વધારવા પ્રયાસો કરી શકાય.