Madhya Gujarat

મોગરીના અવાવરૂ કુવામાં પડેલા વાછરડાંનું રેસક્યુ કરવામાં આવ્યું

આણંદ : મોગરી ગામે આવેલા અવાવરૂ કુવામાં પડેલા ગાય અને વાછરડાંને નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં. જોકે, આ ઘટનાથી આસપાસના રહિશો ફફડી ગયાં છે અને તાત્કાલિક કુવાને પુરી દેવા અથવા સુરક્ષા જાળી નાંખવા માંગ કરી છે. જેથી ભવિષ્યમાં કોઇ જાનહાની ન થાય. મોગરી ગામે બુધવારની મોડી રાત્રે અવડ કુવામાં વાછરડું પડ્યું હતું. આ ઘટનાની નજીકમાં રહેતા લોકોને જાણ થતાં તેઓ કુવા પાસે પહોંચ્યાં હતાં. જોકે, વરસો જુના અવાવરૂ કુવામાં વાછરડાંનો બચાવ કરવો મુશ્કેલ હતો. આથી, તાત્કાલિક નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાઉન્ડેશનના અશ્વીનભાઈ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. અંધારિયા વિસ્તારના કારણે ઓપરેશન મુશ્કેલ લાગતાં ક્રેઇન મંગાવી હતી. આ ક્રેઇનની મદદથી સો ફુંટ જેટલા ઉંડા કુવામાં અશ્વીનભાઈ નીચે ઉતર્યાં હતાં અને વાછરડાંને હેમખેમ બહાર કાઢ્યું હતું. જોકે, દોઢેક કલાક ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનને ગ્રામજનોએ બિરદાવ્યું હતું. પરંતુ સાથોસાથ આ કુવાને પુરી દવા અથવા સુરક્ષા જાળી ફીટ કરવા માગણી કરી હતી. જેની ભવિષ્યમાં કોઇ જાનહાની ન થાય.

Most Popular

To Top