એક ગરીબ માછીમારની પુત્રી કે જેણે આજીવિકા મેળવવા માટે માછીમારીની કળા દ્વારા ઉડતા લક્ષ્યોને વિંધવાની ધીરજ વિકસાવી હતી. તેને સાથ મળ્યો પટિયાલા રાજવી પરિવારના એક વંશજની પુત્રી અને્ મધ્યપ્રદેશના ઇટારસીના ડ્રાય-ક્લીનરની પુત્રીનો અને ત્રણેએ મળીને એશિયન ગેમ્સ ટ્રેપ શૂ્ટીંગમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવાન્વિત કર્યો છે.
ચીનના હાંગઝોઉમાં જીવનની ત્રણ અલગ-અલગ સાયકલ એક સાથે આવી અને મનીષા કીર, રાજેશ્વરી કુમારી અને પ્રીતિ રજકે સાથે મળીને મહિલા ટીમ શૂટિંગ ટ્રેપ ઈવેન્ટમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રીતિ રજક અને મનીષા કીરને શરૂઆતમાં એશિયાડ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, પરંતુ ઓપનિંગ સેરેમનીના થોડા દિવસો પહેલા જ તેઓને કોઈપણ ખુલાસા વિના ટીમમાં એન્ટ્રી મળી ગઈ હતી. પસંદગીમાં તેમની નિષ્ફળતાના કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ શૂટરોએ આ મેડલ જીતીને તેમના વિરોધીઓને ખોટા સાબિત કર્યા છે.
મનીષા કીર: માછીમારીથી લઈને શોટગન પકડવા સુધીની સફર
આ ત્રણેયમા ખાસ વાત તો મનીષા કીરની છે, જેણે ચોથી સીરિઝમાં તમામ 25 લક્ષ્યો વિંધીને ભારતને પોડિયમ પર પહોંચાડ્યું હતું. 24 વર્ષીય શૂટર મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય પણ હતી, પરંતુ તે છઠ્ઠા સ્થાને રહી હતી. જો કે હવે શૂટિંગ અને ટીમ માટે સિલ્વર મેડલ સાથે, તેણે ઘણું બધું હાંસલ કર્યું. શાહી પરિવારની રમત ગણાતી શોટગન શૂટિંગમાં નિમ્ન મધ્યમવર્ગીય પરિવારની સામાન્ય છોકરી જોડાય તે ખાસ છે.
શૂટિંગમાં મનીષા કીરની શરૂઆત આકસ્મિક હતી. બાળપણમાં તે તેના પિતા સાથે માછલી પકડવા અને વેચવા જતી હતી. ભારતીય શૂટિંગ લેજેન્ડ માનશેર સાથેની અચાનક મુલાકાતે તેનું જીવન બદલી નાખ્યું. ઓલિમ્પિયન અને અર્જુન પુરસ્કારથી સન્માનિત માનશેર પછાત પૃષ્ઠભૂમિના સમાન લોકોની શોધમાં રહેતા જે શૂટિંગ જેવી મોંઘી રમત રમી શકતા નથી. ભોપાલમાં એમપી સ્ટેટ એકેડેમીની શૂટિંગ રેન્જમાં ટ્રાયલ દરમિયાન, તેણે મનીષા કીરને ખૂણામાં પાછળ નિષ્ક્રિય ઉભેલી જોઈ અને તેણીને શૂટ કરવાની તક આપી. તે ક્ષણ પછી, ભારતની શ્રેષ્ઠ મહિલા શોટગન શૂટર્સમાંની એક બની રહેલી મનીષા કીરને પાછળ ફરીને જોવું પડ્યું નથી.
પ્રીતિ રજક પણ મધ્યપ્રદેશમાંથી નીકળેલું એક રત્ન છે
મનીષા કીરની જેમ, 20 વર્ષીય પ્રીતિ રજક પણ મધ્ય પ્રદેશ સ્ટેટ એકેડમીની કોહિનૂર છે, જે પાછળથી ઇન્દોરના ઉપનગર મહુમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં સૌથી નાની વયની મહિલા શૂટર્સમાંની એક બની હતી . જો કે, ત્રણ પૈકી, 31 વર્ષીય રાજેશ્વરી માટે શૂટિંગ સૌથી વધુ કુદરતી રીતે આવ્યું હતું, જેણે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોટા પણ મેળવ્યો છે. એથ્લેટ્સ અને શૂટર્સના પરિવારમાં જન્મેલા તેમના પિતા રણધીર, જેમના કાકા યાદવેન્દ્ર સિંહ પટિયાલાના છેલ્લા મહારાજા હતા, તેમણે 1968 અને 1984 વચ્ચે સતત પાંચ ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રાજવી પરિવારની રાજેશ્વરી
ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાના કાર્યકારી પ્રમુખ રણધીર કહે છે,શરૂઆતમાં તેને કારતુસનો અવાજ બિલકુલ પસંદ નહોતો, તેને ક્યારેય મોટા અવાજો પસંદ નહોતા, પરંતુ પછી તેણે અચાનક શૂટિંગ શરૂ કર્યું. આપણો વારસો ઘણો જૂનો છે. મારા પરદાદા, દાદા, કાકા, હું અને હવે રાજેશ્વરી. તે મારા કરતાં વધુ મહેનત કરે છે. રણધીર માટે આ મેડલ ખાસ એટલા માટે હતો કે તેની દીકરીએ આ મેડલ જીત્યો હતો એટલું જ નહીં પરંતુ સ્ટેજ પર ઈતિહાસનું પુનરાવર્તન પણ થયું હતું. જ્યારે રણધીરે 1982 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારે તેણે તેના પિતા ભલિન્દર સિંહ પાસેથી મેડલ મેળવ્યો હતો, જેઓ એશિયન ગેમ્સ ફેડરેશનના પ્રમુખ હતા. રવિવારે રણધીરે પોતે પોતાની દીકરીને સિલ્વર મેડલ આપ્યો હતો. રણધીરે કહ્યું હતું કે તેનાથી ઈતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે અને રમતગમતમાં પારિવારિક વારસો ચાલુ રહે છે. જ્યારે રાજેશ્વરી તેના પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે, ત્યારે તેના સાથીદારો તેમના પોતાના માર્ગો બનાવી રહ્યા છે.