ભરતીય ચૂંટણી પંચે ભારતના અનેક રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ કર્યો છે જેમાં ગુજરત એક છે. સ્વાભાવિક રીતે જ આ કામની જમીની જવાબદારી ગુજરતનાં સરકારી અને ગ્રાન્ટ લેતી શાળાનાં શિક્ષકો માથે હોય છે કારણ કે બુથ લેવલ ઓફિસર તરીકે તો શિક્ષકો જ હોય છે! હવે બંધારણના ઘડવૈયા ઓ એ દેશના ચૂંટણી પંચની સ્વતંત્ર રચના સાથે તેને હક્કો અને સત્તાઓ આપી છે. જેમાં દર પાંચ વર્ષે યોજાનારી ચૂંટણી માટે તે કોઈને પણ કામગીરી સોંપી શકે છે.
આપણે આ લેખમાં અગાઉ લખ્યું હતું કે દેશમાં ચૂંટણી પંચ પાસે પાયો છે અને શિખર છે પણ વચ્ચે કામગીરી કરનારા દીવાલરૂપ માળખાનાં મહત્વના અંગ જેવા કર્મચારીઓ નથી. આપણા વહીવટીય કર્મચારીઓ રાજ્ય કે જીલ્લા લેવલના ચૂંટણી અધિકારી તરીકે કામ કરે છે અને આધિકારીઓ મોટેભાગે શિક્ષકોને જ ચૂંટણી મતદાર યાદીથી માંડી અને અત્યારે સૌથી ચર્ચાસ્પદ બનેલ SIRની કામગીરી સોંપે છે. એટલું જ નથી બંધારણે ચૂંટણી પંચને આપેલી અમર્યાદ સત્તાનો ઉપયોગ કરીને આ શિક્ષકો પર ચેતવણીની જો હુકમી પણ કરે છે. \
પહેલા દર પાંચ વર્ષે ચૂંટણી કામગીરી કરવાની આવતી હતી એટલે વાંધો નહોતો આવતો. પહેલા બુથ લેવલ ઓફિસરની નિમણુંકો નોહતી થતી અને કામગીરી સોંપાતી તે પણ ચૂંટણીનાં મહિના પુરતી પણ હવે ચૂંટણીની કામગીરી સતત ચાલે છે અને હવે આ મતદાર ચકાસણી તો ખુબ મોટું અને ચીવટ માંગી લે તેવું કામ છે. આ માટે સ્વતંત્ર કર્મચારીની નિમણૂક થવી જોઈએ એટલું કામ કરવાનું છે અને આ તમામ કામ પ્રાથમિક શિક્ષકોનાં માથે થોપી દેવાયું છે. હવે હાલ જ દિવાળી વેકેશન ખુલ્યું છે. શિક્ષકો એ બાળકો ભણાવવાના કે ઘરેઘરે જઈને ફોર્મ ભરાવવાનાં? વળી આ બધા જ શિક્ષકો ગુજરાતી સરકારી શાળાના છે.
ખાનગી સ્કૂલોનાં શિક્ષકો નથી એટલે ગરીબ મધ્યમ વર્ગનાં બાળકોનું જ શિક્ષણ બગડે. અંગ્રેજી માધ્યમના બાળકો મોંઘી શાળાના બાળકોનું ભણવાનું તો બગડવાનું નથી. એટલે જ ગુજરતમાં બીએલઓની કામગીરીમાં નહીં પહોંચેલા શિક્ષકોના ધરપકડના વોરંટ નીકળવા જેવી ગંભીર ઘટનાની નેતાઓ નોંધ લેતા નથી. છાપા ચેનલોમાં ચર્ચાઓ થતી નથી અને લોકસભા વિધાનસભામાં રજૂઆત થતી નથી. બીએલઓની કામગીરી માટે ઓર્ડર મળે તે શિક્ષકે જ હેરાન થવાનું. બીજાએ એ વિચારવાનું જ નહીં એ આપણી માનસિકતા આખા સમાજને નુકસાન કરશે. આગેવાનોએ આ પ્રશ્ન ઉપાડવો પડશે.
શિક્ષકસંઘ કે વિદ્યાર્થી પરિષદ, એન.એસ.યુ.આઈ જેવા વિદ્યાર્થી સંગઠનોએ રાષ્ટ્રીય સ્તરે આ રજૂઆત કરવી પડશે.કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ બંનેને વિનંતી કે દેશમાં ભણેલા ગણેલા અનેક યુવાનો છે. ઘણા ખેડૂ,તો સ્વરોજગાર કરનારા યુવાનો છે જે પોતાના વ્યવસાય સાથે પણ આવી સમાજ સેવાની કામગીરી કરી શકે તેમ છે. સરકાર દિવસનું ભથ્થું આપે જ છે તે તેમને આપે! આ બેકાર, અર્ધબેકાર યુવાનોને કામ મળશે અને શિક્ષકો માત્ર ભણાવવા ઉપર ધ્યાન આપશે તો સમાજને ફાયદો થશે.
આમ તો વસ્તી ગણતરી, ચૂંટણી કામગીરી, વિવિધ પરીક્ષાઓમાં સુપરવિઝન, વિવિધ સમુહીક ઝુંબેશો આ બધા માટે સતત કામ કરવાના જ હોય છે. જો સરકાર કાયમી ધોરણે કોઈ સ્વૈચ્છિક રોજગાર સહાયક યોજના ચાલુ કરે તો આ તમામ કામ સરળતાથી થાય પણ આ માટે કોઈકે સરકારમાં રજૂઆત કરવી પડે એક વ્યવસ્થા ઉભી કરવી પડે. જે કાયમી ધોરણે આ અનિયતકાલીન કામ કરે. બાકી આ રીતે શિક્ષકોને કોઈ પણ કામ આપો અને પછી તે ના આવે એટલે સીધા ધરપકડના વોરંટ કાઢો તે સારું ના કહેવાય.
જે સમાજમાં શિક્ષકને સન્માન નથી મળતું તેનું પતન થાય છે, શિક્ષક કભી સાધારણ નહી હોતા– જેવા વાક્યોથી સત્તામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ખાસ આ શિક્ષકોનાં આત્મસન્માન પર થયેલા ઘા માટે અવાજ ઉઠાવવો જોઈએ. વોટર લિસ્ટની ગડબડ પકડતા રાહુલ ગાંધીએ તો ખાસ આ કામગીરી જેના માથે થોપી દેવાઈ છે તેવા શિક્ષકો માટે બોલવું પડશે. અંતે ગુજરતનાં શિક્ષકો સૌ આ બાતે જાગૃત થાવ અને છેક રાષ્ટ્રિય ચૂંટણી પંચ સુધી તેની રજૂઆત કરો. માત્ર પોતાનું નામ કાઢવી રાહત લેતા શિક્ષક નેતાઓ સુધરો, જાગો અને હક્ક માટે લડો નહીં તો કંઈ નહીં, રજૂઆત તો કરો! સમાજ અને વાલીઓ પણ પૂછો કે મારા બાળકને ભણવા મુક્યો છે તે શાળાનાં શિક્ષકો સ્કૂલમાં કેમ નથી આવતા?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.