SURAT

અમરોલીના કમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે ફોટા બતાવી યુવતી પાસે કરી આવી માંગણી

સુરતઃ અમરોલીમાં આઘાતજનક ઘટના બની છે. અહીં કમ્પ્યૂટર ક્લાસીસના સંચાલકે તેના ક્લાસીસમાં કમ્પ્યૂટર શીખવા આવતી યુવતી પાસે અઘટિત માંગણી કરી છે. યુવતી સાથે ફોટા પાડી લીધા બાદ બ્લેકમેઈલ કરનાર આ સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથધરી છે.

અમરોલી ખાતે અગાઉ કોમ્પ્યુટર ક્લાસમાં શીખવા જતી યુવતી સાથે ક્લાસીસના સંચાલકે મિત્રતા કેળવી લીધેલા ફોટો બતાવી શરીરસંબંધ બાંધવા માંગ કરી હતી. અને આ ફોટો યુવતીના મંગેતરને મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • ફોટો બતાવી યુવતી સાથે શરીર સંબંધ બાંધવા માંગણી કરી
  • યુવતીના મંગેતર અને તેના પરિવારને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

અમરોલી પોલીસે ભાવિક નૈયા નામના યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ યુવક હાલ અમદાવાદમાં કોલ સેન્ટરમાં નોકરી કરે છે. અગાઉ તે અમરોલી વિસ્તારમાં કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો હતો. ત્યારે અમરોલી વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી.

યુવતી તેના કોમ્પ્યુટર ક્લાસમાં કોમ્પ્યુટર શીખવા માટે જતી હતી. દરમિયાન યુવતી સાથે તેને ફોટા પડાવ્યા હતા. હાલ યુવતીની સગાઈ થતા આ યુવકે તેના સાથેના આ ફોટો બતાવી શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી. બાદમાં આ ફોટો તેના મંગેતરને મોકલી ચારિત્ર્ય બાબતે મેસેજ કરી બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તથા યુવતીના મંગેતર અને તેના પરિવારને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાઈ દેવાની પણ ધમકી આપી હતી. અમરોલી પોલીસે આ અંગે છેડતીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પરણિતાના પૂર્વ પ્રેમીએ લગ્નજીવન તોડાવવા માટે ધાક ધમકી આપતા મામલો પોલીસ મથકમાં
સુરત : પરણિતાના પૂર્વ પ્રેમી દ્વારા ખોટી રીતે રંજાડવાના તથા જાતિવિષયક ગાળો આપવાના અને લગ્નજીવન તોડવાના પ્રયાસો કરતા આ મામલો ચોક બજાર પોલીસ મથકમાં દાખલ થવા પામ્યો છે. રેખા ( નામ બદલ્યુ છે ) ઉ. વર્ષ 22, વરિયાળીબજાર, દ્વારા ચોક બજાર ખાતે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તેના પૂર્વ પ્રેમી મનોજ વિજયસિંગ ભદોરિયા, નાના વરાછા, ભરવાડ મહોલ્લો દ્વારા પરણિતાના સસરાને ખોટા મેસેજ કરીને તેના લગ્નને ભંગાવવા માટે કારસો કરવાનો આક્ષેપ કર્યો છે.

આ મામલે રેખા દ્વારા ચોક બજારમાં ફરિયાદ કરવામાં આવી હતી કે પોતે જયારે કેટરિંગનું કામ કરતી હતી ત્યારે તેનો પરિચય મનોજ સાથે થયો હતો. મનોજ સાથે તેમના પ્રેમસબંધ બંધાયા હતા. મનોજ સાથે પોતે વિવાહ કરવા માંગતી હતી. તેને બાદમાં માલૂમ પડયું કે મનોજ પરણિત છે અને તેની સાથે તેણે છેતરપિંડી કરી છે. તેથી તેણે લગ્ન કરી લીધા હતા.

દરમિયાન ગઇ તા. 17 ફેબ્રુઆરીના રોજ પોતે વરિયાવીબજાર ખાતે પાણીપૂરી ખાવા ઉભી હતી તે વખતે મનોજ તેનો ફોન અડધો કલાક માટે લઇ ગયો હતો. તેમાંથી તેણે ગમે તેવા મેસેજ તેના પરિચીતોને કર્યા હતા. આ ઉપરાંત પોતાના સસરાને તેણે મેસેજ કર્યા હતા. તેમાં તેણે તેના ફોટા તથા આ છોકરી સારી નથી કહીને લગ્ન તોડવા માટે ચેતવણી આપી હતી.

આ ઉપરાંત રેખાને તથા તેની બહેનોને મનોજના ધમકી ભરેલા ફોન આવતા તેના ફોન બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા મનોજે રેખાની બહેનોને જાતિ વિષયક ગાળો તથા અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત જૂના ફોટા તેના પરિચીતોમાં વાયરલ કર્યા હતા. આ મામલે ચોક બજાર પોલીસમાં છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top