Vadodara

વિશ્વામિત્રી ગરનાળામાં કચરો ઠાલવવાની પ્રવૃત્તિ હજુ યથાવત

વડોદરા : શહેર મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીને હાલના શહેરીજનો પહેલી નજરે જોવે તો માત્ર તેમાં રહેલી ગંદકી જ નજરે પડે છે અને આમ જોઇએ તો માત્ર આપણા કહેવાતા સંસ્કારી શહેરીજનો અને શાસકોના બિનજવાદારી ભર્યા કૃત્યોના કારણે આ પવિત્ર નદીની આવી દુર્દશા થવા પામી છે.આ જ વિશ્વામિત્રી નદી જે શહેરથી 55 કિલો મીટર દૂર આવેલા પાવાગઢ ડુંગરમાંથી ઉદ્ગમ થાય છે.ત્યાંથી વડોદરામાં આ નદીની હાલત બદતર બની છે તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

વિશ્વામિત્રી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અને ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર થયેલ આજે વર્ષો વીતી ગયા તેમ છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં આવી નથી. ખાસ કરીને સ્વચ્છતા ની વાતો કરતા પાલિકાના સત્તાધીશો પણ આ મામલે મૌનસેવી રહ્યા છે. આ પવિત્ર નદીમાં ડ્રેનેજોના દૂષિત પાણીની સાથે સાથે હવે માસ મટન પણ નાખવામાં આવી રહ્યું છે.જેના કારણે કેટલાક ચુસ્ત હિન્દુવાદી લોકોની લાગણી દુભાય છે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો અને કાચબાઓના થયેલા મોતને લઈ પ્રાણી પ્રેમીઓએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમ છતાં પણ કોઈ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા આજે પણ આ સિલસિલો યથાવત જોવા મળ્યો છે. સોમવારે કારેલીબાગ વિશ્વામિત્રી ગરનાળામાં કેટલાક તત્વો દ્વારા માસ મટનનો કચરો ફાલવવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાને આજે 24 કલાક વીતી ગયા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

વિશ્વામિત્રીની અંદર અમુક સમાજ દ્વારા માંસના ટુકડા નાંખે છે તો સરકારે કડક પગલાં લેવા જોઈએ
વિશ્વામિત્રી નદી વિશ્વામિત્ર ઋષિ સાથે સંકળાયેલી છે એનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. સમાજમાં પહેલા તો વિશ્વામિત્રીને ગટર ગંગા કહીને ગંગાનું અપમાન કર્યું છે. વિશ્વામિત્રી નદીની અંદર લોકો દ્વારા ખાસ કરીને અમુક સમાજ દ્વારા માંસના ટુકડા નાખવામાં આવે છે. પોતાના બગડી ગયેલા જે વેચાયા ન હોય તેવા માંસના ટુકડા નાંખે છે. ઘણી જગ્યાએ જુઓ તો લસણના છોતરાના ઢગલા જોવા મળે છે.

સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં નદી કિનારે આવેલી હોટલોના એઠવાડા નાખવામાં આવે છે. માતા એટલે કહેવાય કે આ લોકમાતા છે લોકોના જીવનનું રક્ષણ કરતી હોય છે.આ વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં પ્રવેશ કર્યા પછી બદથી બદતર હાલત ભોગવી રહી છે. આ બાબતે સરકારે કંઈક પગલાં લેવા જોઈએ અને જેનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય કે અંદર વહેતા મગર જેવા હિંસક પ્રાણીઓથી લોકોના જીવ જોખમાતા હોય ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બધાએ એક થઈ અને કડક હાથે
કાર્યવાહી કરવી જોઈએ. : – ડો.જ્યોતિર્થનાથજી, ધર્મગુરુ

Most Popular

To Top