વડોદરા : વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 100 વર્ષ પહેલા શહેરના સ્ટેશન પાસે તમિલ સમાજને આપેલી જગ્યામાં શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર બનાવવામાં આવ્યું હતું.પ્રાચીનકાળથી આ મંદિર ખૂબ મહત્વ ધરાવતું તમિલ સમાજનું મંદિર છે.ખાસ કરીને કાર્તિકેયના મંદિર ઓછી માત્રામાં જોવા મળશે.દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર, સ્ટેશન રોડ, વડોદરા જે સ્મારક પર્વ ભગવાન પરમેશ્વર શિવ અને પાર્વતી, આંધલ અને રંગનાથ લક્ષ્મી અને રંગનાથના લગ્નને દર્શાવે છે. ર વર્ષે સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને ભવ્ય રીતે નારાયણ અને ભગવાન મુરુગા અને વલ્લી કહેવાતા પંગુની ઉત્થિરમ જે પંગુની ફાલ્ગુન મહિનામાં ઉત્થિરા નક્ષત્રના દિવસે આવે છે.
શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 52 વર્ષથી ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે પંગુની ઉતરીરામ પર્વની વાર્ષિક ઉજવણી કરે છે.આ વર્ષે પણ 53મો પંગુની ઉતરીરામ ઉત્સવ ઉજવી રહ્યું છે.સવારે ભક્તો દ્વારા નાથસ્વરમ અને ચંડી મેલમ દક્ષિણનાં રાજ્યો અને કેરળનાં સંગીતનાં સાધનો દૂધનાં વાસણો, કાવડીઓ વહન કરતી શોભાયાત્રા દ્વારા ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.કાવડ યાત્રામાં ખાસ કરીને કાવડી અને ઘડાનો ઉપયોગ થાય છે.જે ભક્તજનોએ ભગવાન કાર્તિકેય પાસે માનતા માની હોય તેઓ આ કાવળયાત્રામાં જોડાય છે અને કાવડી અને ઘડાને ઊંચકે છે. અને કહેવાય છે કે આ કરવાથી માનતા પુરી પણ થાય છે.તમિલ લોકો આ ઉત્સવ દરમિયાન ઉપવાસ કરે છે.અને ઘડામાં જે પંચામૃત હોય છે તેને કાર્તિક મંદિર પગપાળા કરીને પહોંચાડી કાર્તિક ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.