વડોદરા: ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાથી 29 લોકો મોતને ભેટ્યા જયારે 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. જેમા અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ આ લઠ્ઠાકાંડમાં 600 લીટર કેમિકલ પૂરું પાડવામાં આવ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી આરોપીએ મેથિનોલ લીધું હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી હતી અને પુછપરછ હાથ ધરી હતી. આ બનાવને પગલે રાજ્યના દરેક શહેરની પોલીસ પણ એલર્ટ થઇ જવા પામી છે. જેમાં શહેર પોલીસ પણ એકશનમાં આવેલી જોવા મળી છે.
ત્યારે આજરોજ વડોદરાની પણ ક્રાઈમ બ્રાન્ચની ચાર જેટલી અલગ અલગ ટીમો શહેરના ચાર અલગ અલગ ઝોનમાં એક્શનમાં આવી હતી અને વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂ વેચનારા બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચલાવી હતી આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારના પોલીસ મથકોની ટીમો દ્વારા પણ જે તે લાગતા વળગતા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ વેચનારા બેય સમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જ્યારે નંદેશરી પોલીસ દ્વારા અનગઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા ત્યાંથી પણ મળાયેલા દેશી દારૂનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરના મકરપુરા થી નજીક આવેલા અલિયાપુરા પંથકમાં પણ દેશી દારૂ મળી આવતા દર નો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શેરની પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તાર એવા વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલા સુભાષનગર દાંડિયા બજાર અને શાસ્ત્રી બ્રિજ નજીક આવેલા શંકાસ્પદ સ્થળો ઉપર દેશી દારૂ વેચાય છે કે કેમ તે બાબતે એક્શન મોર્ડમાં આવી તપાસ કરી હતી. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ પર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તે મુદ્દે ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જોકે શહેરમાં કુલ કેટલી જગ્યાએ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કાેરડિયા જણાવ્યું હતું કે કુલ 30થી વધુ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી છે.