Gujarat

રાજકોટમાં 2 માસની દીકરીને તાવ આવતા દવાના બદલે ડામ મળ્યા

ગોંડલ: ગુજરાત(Gujarat) ભલે દેશના અન્ય રાજ્યો માટે સ્માર્ટ મોડલ છે પરંતુ ગુજરાતના છેવાડાના ગામોમાં હજી પણ એવા કિસ્સા બનતા રહે છે જે ગુજરાતના વિકાસ પર સવાલ ઉભા કરે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી (Rajkot) સામે આવ્યો છે. જ્યાં અંધશ્રદ્ધાના (Superstition) કારણે મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ (stigma) દીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવવામાં આવી છે. આ સમગ્ર કિસ્સો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

  • રાજકોટમાં બે માસની દીકરીને દવાને બદલે ડામ મળ્યા
  • અંધશ્રદ્ધાના કારણે શ્રમિક પરિવાર બાળકીને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ ગયો
  • બાળકીને સારૂ થાય તે માટે પેટના ભાગે ત્રણ ડામ આપવામાં આવ્યા
  • વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા આ મામલાનો પ્રર્દાફાશ કરાયો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 2 માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના પરિવાર વર્ષોથી ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રહે છે. પરિવાર ગોંડલમાં મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં અખિલેશ નામના વ્યક્તિને બે માસની દીકરી છે. આ દીકરીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથી બાળકીનો પરિવાર દાહોદના કટવારા ગામે એક ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં તે ભૂવાએ બાળકીને સારૂં થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હતા. બાળકીની તબિયત વધારે ખરાબ થતા પહેલા તો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ તેમે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.  

આ સમગ્ર બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આ ઘટના સામે આવતા આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે ભૂવા દ્વારા ડામ આપ્યા બાદ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટ ખાતે કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટમાં ગુરુવારના સારવાર માટે ખસેડવામાં આવી હતી. પહેલા તો બાળકીને પરિવાર દ્વારા ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Most Popular

To Top