આણંદ: ખેડા જિલ્લામાં ફરાર આરોપીને પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના અધિકારીઓને મળેલી સૂચના અન્વયે ઈન્પેસ્ક્ટર આર.એન.વાઘેલા SOGના માર્ગદર્શન હેઠળ સ્ટાફાના હેડ કો.નિમેષભાઈ. એહેડ કો.વિજયકુમાર ઘનશ્યામભાઈ અને પો.કો હિતાર્થ જગદીશચંન્દ્ર પેટ્રોલીગમાં હતા.
દરમિયાન અ.હેડકો. નિમેષકુમારને બાતમી મળી હતી કે,આરોપી મહેશ રાજકોટમાં રહે છે. ત્યારબાદ પોલીસે ઠાસરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતાં આરોપીને તા. 2 ફેબ્રુઆરીએ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આગળની તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં
આવ્યો છે.