અબુધાબી, દુબાઈ કતાર, કુવેત અને બહેરીન જેવાં રાષ્ટ્રો, યુ.એ.ઇ. અર્થાત, યુનાઈટેડ આરબ અમિરાતનાં રાષ્ટ્રો ગણાયછે. આ રાષ્ટ્રોના દક્ષિણે અરબસ્તાનનું રણ આવેલું છે.અહિયા જમીનમાં અઢળક માત્રામાં પેટ્રોલિયમના ભંડારો ભરેલા છે આથી આ રાષ્ટ્રો, જગતમાં પેટ્રોલ જેવા બળતણો વેચીને અતિ સમૃદ્ધ બન્યા છે. આ રાષ્ટ્રોના વડાઓ ત્યાંના શેખ લોકો છે એ ત્યાંના રાજાઓ ગણાય છે. તેઓ એમના રાષ્ટ્ર વહિવટો, એમની અલગ અલગ કુનેહોથી ચલાવે છે. મોટે ભાગે ત્યાં, ઇસ્લામિક ધારા ધોરણો પ્રમાણેના કાનૂનો અમલમાં છે.
ગુનાખોરી આચરનારી વ્યક્તિઓને, ત્યાં અતિ કડક સજાઓનો સામનો કરવો પડતો હોય છે. યુ.એ.ઇ.નાં આ રાષ્ટ્રો, આપણા દેશથી ઘણાં દૂર નહિ હોવાથી, આપણા ઘણા લોકો ત્યાં કામ ધંધા માટે જતા હોય છે.આપણા ઘણા સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ લોકો ત્યાં જઇને વસતા હોય છે. અરબદેશોનાં આ રાષ્ટ્રોમાં કમાણી તો સારી છે, પણ ત્યાં રહેનાર લોકોએ ત્યાં જ કડક કાનૂનોને આધિન તથા વફાદારીપૂર્વક ધંધા-ધાપા કે નોકરીઓ કરવી પડતી હોય છે.આવા અબુ-ધાબી જેવા રાષ્ટ્રમાં હમણાં એક હિન્દુ મંદિરનંઓ નિર્માણ થવા પામ્યું છે.
ભગવાન સ્વામીનારાયણ સંપ્રદાયના આ ભવ્ય મંદિરનું ઉદ્દઘાટન આપણા વડાપ્રધાન મોદીજીના હસ્તે થવા પામ્યું છે, એક મુસ્લીમ રાષ્ટ્રમાં, આમ હિન્દુ ધર્મના પ્રતિક સમાન કોઇ મંદિરનું નિર્માણ થાય તે હિન્દુ ધર્મની સમગ્ર પ્રજા માટે ગર્વના બાબત ગણાય. આ હિન્દુ મંદિરના નિર્માણ માટે અબુ-ધાબીના રાજાએ, અઢળક મદર કરી છે. તેમના અંતરના ઉમળકા ભર્યા સહકારથી જ આ મંદિર ત્યાં બની શકયું છે.
એટલે એ રાજાને સમગ્ર હિન્દુ ધર્મી લોકો ધન્યવાદ પાઠવે છે અને એમનો દિલી આભાર માને છે. તો સામે છેડે કેટલાંક મુસ્લીમ રાષ્ટ્રોમાં કયારેક કયારેક કોઇ વાંકગુના વગર ત્યાંના પૂરાણાં હિન્દુ ધર્મના મંદિરોને બહુમતીને જોરે તોડી પાડવામાં પણ આવે છે.આવા દેશો શું અબુ-ધાબીના રાજાના આવા ઉમદા કાર્યમાંથી બોધપાઠ કે સમજ લેશે ખરાં?? અબુ-ધાબીમાં ‘શેખ ઝાયેદ’ નામની વિશઅવની સૌથી વિશાળ મસ્જીદ આવેલી છે. આ મસ્જીદમાં પાથરવાનો જગતનો સૌથી વિશાળ ગાલીચો ઇરાને ભેટ આપેલો છે. સર્વ ધર્મના લોકો આ મસ્જિદને જોવા માટે ત્યાં જાય છે. વિશ્વની એક અજીબી સમાન, શેખ ઝાયેદ મસ્જીની મુલાકાત સેંકડો પ્રવાસી લેતા રહે છે. હવે અબુધાબીમાં વિશાળ હિન્દુ મંદિર બન્યુ હોવાથી સોનામાં સુગંધભળી હોય એવું લાગી રહ્યું છે.
સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.