Charchapatra

થાઈલેન્ડની સેક્સ દુનિયા

થાઈલેન્ડ, પતાયા ફક્ત કુદરતી સૌંદર્યથી છલેછલ જગ્યાઓ છે. આપણે બધા જ જાણે અજાણે સેક્સને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે જિંદગીના બાકીના સુંદર અને મહત્વનાં પાસાં કારણ વગર ભૂંસાઈ કે ભૂલાઈ જાય છે. આપણે સૌથી પુરાણી સંસ્કૃતી હોવા છતાં સ્ત્રી સન્માનની ભાવનાને નેવે મૂકીને અજાણતાં જ ગણિકાને તિરસ્કારથી ધૃણાથી અને કોઈ વસ્તુની જેમ સંવેદના વગર જોતા થઈ ગયા છીએ. એ વાતનો અપરાધ ભાવ આપણને ઘેરી વળે છે. નુમાઈશની ચીજ બનીને ઊભા રહેવું, અણગમતા માણસના સ્પર્શને સહી લેવો સરળ નથી. બસ કે ટ્રેનમાં અજાણ્યા માણસનો સહેજ અછડતો, અણગમતો સ્પર્શ પણ આપણને એટલા બધા વિચલિત કરી શકે તો જે સ્ત્રી આવા અણગમતા સ્પર્શ રોજ સહેતી હોય એની મજબુરીનો વિચાર પણ આપણને આવતો નથી? મજબૂરીમાં શરીર વેચતી સ્ત્રી તો મન, મગજ, બુદ્ધિ, જ્ઞાન પણ પોતાની મરજી વિરુધ્ધ વેચનારાને આપણે શું કહીશું? આમ ગણીકાની મજબૂરીની આપણે મજા લૂટીએ છીએ!
ગંગાધરા- જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

યોગીજી કાયદાનું જે અર્થઘટન કરે છે તે યોગ્ય જ છે
રીઢો ગુનેગાર એટલે કેવો ગુનેગાર ? જેણે અગાઉ પણ ઘણાં બધા ગુનાઓ કર્યા હોય અને પોલિસના રેકોર્ડ પર ગુનેગાર તરીકે બધા ગુનાઓ કર્યા હોય અને પોલિસના રેકોર્ડ પર ગુનેગાર તરીકે નોંધાયા હોય. સવાલ અહીં એ છે કે, ગુનેગાર ‘રીઢો’ કંઈ રીતે થાય છે – બને છે ? એને ‘રીઢો ગુનેગાર’ અને તેમાં કોણ મદદગાર થાય છે અથવા કાયદા એટલા પોકળ છે કે પછી કહેવાતા રાજકીય આગેવાનોની મહેરબાની છે ? અંગ્રેજોની ગુલામીના સમયમાં જે કાયદાઓ હતા તે જ આજે પણ ચાલુ છે ? ભારત સ્વતંત્ર થયું તેના 75 વર્ષ થયા છતાં આપણે જોઈએ તેવો કોઈ સુધારો કરી શકયા નથી. હા, યુ.પી. ગર્વ.માં યોગીજીએ કાયદાનું બરાબર અર્થ ઘટન કરવા માંડયું છે, તે સમગ્ર ભારતમાં થવું જોઈએ. તો જ ગુનેગાર ‘રીઢો’ બનતા અટકશે. પ્રથમ વખત જ તેને એવી જડ બેડસલાક સજા થવી જોઈએ કે તે ‘રીઢો ગુનેગાર’ના બને ! પરંતુ આપણે તો કાયદાપોથીમાં એવું શીખ્યા છે કે ‘100 ગુનેગાર ભલે છટકી જાય પણ એક નિર્દોષને સજા થવી ના જોઈએ. આના કારણે 99 ગુનેગાર ‘રીઢા ગુનેગાર’ થઈ જાય છે અને એ જ વિષચક્ર સમાજને કનડતું રહે છે.
સુરત- પ્રફુલ કંસારા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top