Charchapatra

આતંકિત કાશ્મિર ઘાટી

થોડી શાંતી પછી કાશ્મિરમાં શિખ-હિન્દુઓની હત્યાઓ થઈ. જો કે આ પહેલા 28 ફેબ્રુઆરી, 2 જૂન, 17 સપ્ટેમ્બર, 18 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર, 5 ઓક્ટોબરમાં આતંકવાદિઓએ હત્યાઓ કરી. મુળ હેતુ સાંપ્રદાયિક સદભાવનાને ડહોળવાનો પ્રયાસ કહી શકાય. આપણે પણ સુરક્ષાબળોની ચોકસી અને ગુપ્તચર વિભાગો જેવા તંત્રોની નિષ્ફળતાઓ બાબત વધૂ સકર્તતાઓ રાખવી જરૂરી છે. લોકલ કાશ્મિરી નાગરિકોએ પણ આ કાયરોના હુમલાઓ વિરૂધ્ધ જનમત આપ્યો તે માટે સકારાત્મક બદલાવ ગણી શકાય. હવે કેન્દ્ર સરકારે અલ્પસંખ્યકોનું પલાયન ન થાય તે માટે ગુપ્તચરોની જાળ મજબૂત કરવી પડશે અને આતંકવાદીઓને મદદગાર (સ્લીપર સેલ) પર કડક નજર રાખવી પડશે.
અમદાવાદ         – અરૂણ વ્યાસ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top