National

કેરળના પલક્કડ જિલ્લામાંથી 8000થી વધુ વિસ્ફોટક જિલેટીનની સ્ટિક મળી આવી

તિરુવનંતપુરમઃ (Thiruvananthapuram) કેરળના (Kerala) પલક્કડ જિલ્લાના શોરાનુરમાં પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને (Terrorist Conspiracy) નિષ્ફળ બનાવ્યું છે. અહીં એક નિર્જન સ્થળે અનેક બોક્સમાંથી હજારો જિલેટીન સ્ટિક મળી આવી છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટક (Explosive) મળી આવતા લોકોમાં ભયનો માહોલ છે. કેરળ પોલીસનું કહેવું છે કે શોરાનુરમાં એક ખાણ પાસે 40 બોક્સમાંથી 8000 જિલેટીન સ્ટિક મળી આવી છે. આ જિલેટીન સ્ટીક્સને ગુલાબી રંગના પ્લાસ્ટિકમાં લપેટીને રાખવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આટલા મોટા જથ્થામાં આ વિસ્ફોટક અહીં કેવી રીતે પહોંચાડવામાં આવ્યું અને તેની પાછળ કોનો હાથ છે.

  • એક નિર્જન સ્થળે અનેક બોક્સમાંથી હજારો જિલેટીન સ્ટિક મળી આવી
  • પલક્કડ જિલ્લાના શોરાનુરમાં પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
  • એક ખાણ પાસે 40 બોક્સમાંથી 8000 જિલેટીન સ્ટિક મળી આવી
  • આ જિલેટીન સ્ટીક્સને ગુલાબી રંગના પ્લાસ્ટિકમાં લપેટીને રાખવામાં આવી હતી.


કેરળમાં મોટી માત્રામાં જિલેટીન સ્ટિક મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને 15 ઓગસ્ટ અને આઝાદીકા અમૃત મહોત્સવની સરકારની જોરદાર તૈયારીઓ વચ્ચે આ વિસ્ફોટકો મળી આવતા આતંકવાદી ષડયંત્ર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. કેરળમાં વર્ષ 2020 માં આવા જ બે કેસ નોંધાયા હતા.

વર્ષ 2020માં પણ આવાજ વિસ્ફોટકો મળી આવ્યા હતા
કલાડીના એર્નાકુલમમાં ખાણમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં બે કામદારોના જીવ ગયા હતા. વિસ્ફોટની ઘટના સવારે એવા સમયે બની હતી જ્યારે મજૂરો બિલ્ડિંગની અંદર સૂઈ રહ્યા હતા. પોલીસે ખાણના માલિકો, સંચાલકો અને અન્ય સહયોગીઓની પરવાનગી વગર વિસ્ફોટકોનો ઉપયોગ કરવા અને એકત્ર કરવા બદલ ધરપકડ કરી હતી. નવેમ્બર 2000 માં પોલીસે પલ્લાકડના વાલ્યારમાંથી એક વાહનમાંથી 7500 ડિટોનેટર અને 7000 જિલેટીન સ્ટિક જપ્ત કર્યા હતા. આ વિસ્ફોટકો ટામેટાં ભરેલા બોક્સમાં સંતાડવામાં આવ્યા હતા. તેમને તમિલનાડુના ઈરોડથી એર્નાકુલમ જિલ્લાના એન્ગામાલી લઈ જવામાં આવી રહ્યા હતા.

એક તરફ જ્યારે દેશમાં 75મો સ્વતંત્રતા પર્વ ઉજવવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશના આ અમૃત મહોત્સવમાં એલર્ટ રહેવાની પણ સૂચના અપાઈ છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ સુધીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો કોઈપણ હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આઈબીએ આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે.

Most Popular

To Top