World

કાબુલમાં ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો: મુસ્લિમ ગાર્ડનું મોત, ઘણા શીખ અંદર ફસાયા

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, અચાનક બંદૂકધારીઓએ ગુરુદ્વારામાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગની બીજી બાજુ છુપાઈ ગયા છે. ગુરુદ્વારાની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે. અ ફાયરીંગમાં ગુરુદ્વારાના મુસ્લિમ ગાર્ડનું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં દાખલ છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો અને પછી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ હુમલામાં બેના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ફસાયેલા છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતાઅને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા હતા. ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે ગુરુદ્વારામાં આતંકી હુમલાની માહિતી સામે આવી છે. આ દરમિયાન, 3 લોકો હાલ બહાર આવ્યા છે, જેમાંથી 2ને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ હુમલામાં 3 તાલિબાન સૈનિકો ઘાયલ થયા છે. બે હુમલાખોરોને તાલિબાનના સૈનિકોએ ઘેરી લીધા છે.

અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ: ભારતીય વિદેશ મંત્રાલય
હુમલા અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાબુલમાં પવિત્ર ગુરુદ્વારા પર થયેલા હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના વિકાસ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

ગુરુદ્વારામાં હજુ પણ 7-8 લોકો ફસાયેલા છેઃ મનજિંદર સિંહ સિરસા
બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ લોકો નીકળી ગયા છે. જેમાંથી બેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગુરુદ્વારાના રક્ષકનું મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે 7-8 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે પરંતુ સંખ્યાની પુષ્ટિ થઈ નથી. હજુ પણ ગોળીબાર ચાલુ છે.

તાલિબાન લડવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
કાબુલ ગુરુદ્વારા પર હુમલો કરનાર બંદૂકધારીઓ સંભવતઃ તાલિબાનના પ્રતિસ્પર્ધી Daesh જૂથના હતા. તાલિબાન લડવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમની વચ્ચે લડાઈ ચાલુ છે. ગુરુદ્વારાને નુકસાન થયું છે અને ચાર શીખો ગુમ છે. પંજાબના રાજ્યસભા સાંસદ વિક્રમ સાહનીએ આ માહિતી આપી હતી.

અગાઉ પણ ગુરુદ્વારા પર થયો હતો હુમલો
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં તાલિબાન સત્તામાં આવ્યાના મહિનાઓ પછી, અજ્ઞાત બંદૂકધારીઓએ ગુરુદ્વારા કાર્તે પરવાન પર હુમલો કર્યો અને સંપત્તિની તોડફોડ કરી. ત્યારથી અફઘાન શીખો ભારતને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે.

Most Popular

To Top