National

લોકડાઉન દરમિયાન અબજોપતિઓની સંપત્તિ એટલી વધી કે દરેક ગરીબને 94,000 રૂ. મળી શક્યા હોત

ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન ભારતીય અબજોપતિ (INDIAN MILLIONER)ઓની સંપત્તિમાં 35 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજી બાજુ લાખો લોકોની આજીવિકા સંકટ સર્જાયું છે.

100 અબજોપતિની સંપત્તિમાં 12,97,822 કરોડનો વધારો થયો છે
ઓક્સફમના અહેવાલમાં ‘ઇનિક્વલિટી વાયરસ’ જણાવે છે કે, માર્ચ 2020 પછીના ગાળામાં, ભારતમાં 100 અબજોપતિઓની સંપત્તિમાં 12 લાખ કરોડ રૂપિયા એટલે કે 12,97,822 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. જો આ રકમ દેશના 13.8 કરોડ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે તો તેમાંથી દરેકને 94,045 રૂપિયા આપી શકાય છે.

1930ની મહામારી પછીનું સૌથી મોટો આર્થિક સંકટ
અહેવાલમાં આવકની અસમાનતાનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણી (MUKESH AMBANI) એ એક કલાક દરમિયાન જે આવક મેળવી હતી તેટલી આવક મેળવવામાં એક ગરીબ મજૂરને દસ હજાર વર્ષનો સમય લાગશે. અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના વાયરસનો રોગચાળોએ છેલ્લા 100 વર્ષોમાં આવેલું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને તેનાથી 1930 પછીનું સૌથી મોટું આર્થિક સંકટ આવ્યું છે.

અહેવાલ મુજબ, 18 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં વિશ્વના ટોચના 10 અબજોપતિઓની સંપત્તિમાં 540 અબજ ડોલરનો વધારો થયો છે. એક એવો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 200 મિલિયનથી 500 મિલિયન લોકો ગરીબ બન્યા છે. કોરોના વાયરસથી વિશ્વમાં હાલમાં આવકની અસમાનતામાં વધારો થયો છે. આનાથી શિક્ષણ, આરોગ્ય અને વધુ સારું જીવન જીવવાના અધિકાર પર ઘણી ઊંડી અસર પડશે.

ઓક્સફમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ બિહરે કહ્યું, ‘આ રિપોર્ટ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે ધનાઢય લોકોએ અન્યાયી આર્થિક સિસ્ટમમાંથી સૌથી મોટી આર્થિક કટોકટી દરમિયાન ઘણી સંપત્તિ મેળવી હતી, જ્યારે કરોડો લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છે.’વિશ્વના 10 સર્વોચ્ચ ધનિક લોકોની સંપત્તિમાં એટલી વૃદ્ધિ થઈ છે કે તે કોરોનાને કારણે સમગ્ર વિશ્વના લોકોને ગરીબીમાં જતા બચાવી શકે છે

અહેવાલ મુજબ 18 માર્ચથી 31 ડિસેમ્બર, 2020 દરમિયાન, વિશ્વના ટોચના 10 અબજોપતિએ 540 અબજ સંપત્તિ મેળવી છે. એક અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 20 થી 50 કરોડ લોકો ગરીબ બન્યા છે.

રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસથી વિશ્વમાં આવકની અસમાનતા ભયંકર રીતે વધી છે, જેના કારણે તેની શિક્ષણ, આરોગ્ય અને વધુ સારી રીતે જીવન જીવવાના અધિકાર પર વિપરીત અસર જોવા મળશે. વિશ્વના ધનિક લોકો અને જેઓ ગરીબીમાં જીવે છે અને ગરીબીમાં આખી દુનિયામાં મરી જાય છે, તેમની વચ્ચેનું અંતર ખતરનાક રીતે વધી ગયું છે.

રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 ધનિક લોકોએ 9 મહિનાની અંદર પોતાનું નુકસાન હાંસલ કર્યું છે, પરંતુ વિશ્વની ગરીબ લોકોની સ્થિતિ સુધારવામાં એક દાયકાથી વધુનો સમય લાગી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top