Gujarat Main

ગુજરાતના આ વિસ્તારોમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, સુરતમાં પારો 3 ડિગ્રી નીચો જાય તેવી સંભાવના

અમદાવાદ: રાજ્યમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ (Unseasonal rains) પડવાની શક્યતા હવામાન વિભાગ (Weather Department) દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbances) કારણે ગુજરાતમાં (Gujarat) માવઠું થવાની સંભાવના છે. વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સાવધાન રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) માવઠું પડવાની શકયતા છે. તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સીધી અસર ખેતી પર જોવા મળશે. માવઠાંના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ કશ્મીરમાં (Jammu and Kashmir) પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથી આગામી બે દિવસ ભારે હિમવર્ષા રહેશે. આ સાથે જ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં પણ માવઠાની સામાન્ય અસર થવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે ફરી ઉત્તરનો પવન ફુંકાતા મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને 31.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ યથાવત રહ્યું છે. હવામાં 66 ટકા ભેજની સાથે 4 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.

મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં માવઠાંની શક્યતા સેવાય રહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરાય છે. તો કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાંની અસર દેખાય શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠાની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે.

સુરતમાં પારો 2થી 3 ડિગ્રી નીચો જાય તેવી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં માવઠા બાદ કાતિલ ઠંડી પડશે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજથી જ 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ગુજરાતમા ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત સહિતના મોટાભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરનો પવન ફુંકાતા તાપમાન ઘટતા આગામી બે દિવસમાં તાપમાનમાં વધુ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણેક દિવસ સુધી તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા છે. જેને કારણે કડકડતી ઠંડી અનુભવાશે.

નવસારીમાં ઠંડીમાં વધારો થયો

નવસારીમાં પણ લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન વધુ અડધો ડિગ્રી ગગડ્યું હતું. જેથી ઠંડીમાં થોડો વધારો થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું. જેથી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. પણ મંગળવારે ફરી લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. મંગળવારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડતા 17 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 97 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 51 ટકા થયું છે. જયારે દિવસ દરમિયાન 3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. વલસાડમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું હતું. તો બીજી તરફ રાજ્યના અમુક વિસ્તારમાં તાપમાનમાં વધારો પણ નોંધાયો હતો. જેથી ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે.

Most Popular

To Top