ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. દિવસે દિવસે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજયમાં આકરા ઉનાળાની (Summer) શરૂઆત સાથે આજે ફરીથી ગરમીમાં એક ડિગ્રીનો વધારો થવા પામ્યો છે. ખાસ કરીને રાજયમાં 39 ડિગ્રી સુધી ગરમી પહોચી ગઈ છે.
- ભૂજ – રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોચ્યો
- પાંચ દિવસ માટે કચ્છ – પોરબંદરમાં હિટવેવની ચેતવણી ઈશ્યુ કરાઈ
- આગામી પાંચ દિવસની અંદર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરીને 42 ડિગ્રી જવાની વકી
હવામાન વિભાગના (Weather) વૈજ્ઞાનિકોના (Scientist) કેહવા મુજબ, રાજયમાં આગામી પાંચ દિવસની અંદર ગરમીનો પારો 40 ડિગ્રીને ક્રોસ કરીને 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં ભૂજ (Bhuj) તથા રાજકોટમાં (Rajkot) ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોચ્યો હતો. જેમના પગલે બપોરેના સમયે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પોરબંદર (Porbandar) તથા કચ્છમા (Kutch) હિટવેવની (Hitwave) અસર થવાની ચેતવણી (Alert) આપી છે. આ બન્ને શહેરોમાં બાળકો તથા વૃદ્ધોએ સાવચેતી રાખવી તથા સતત પાણી પીવાની પણ સલાહ અપાઈ છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિ.સે., ડીસામાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 36 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે., વલસાડમાં 32 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે ., નલિયામાં 37 ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 37 ડિ.સે., અમરેલીમાં 37 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે ., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 38 ડિ.સે., મહુવામાં 38 અને કેશોદમાં 38 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.