નવી દિલ્હી: તેલંગણાના (Telangana) નલગોંડા જિલ્લામાં શનિવારે (Saturday) એક ખાનગી વિમાની એકેડેમીનું એક વિમાન (Plane) દુર્ઘટનાગ્રસ્ત થતાં એક તાલીમી મહિલા પાયલટનું (Pilot) મોત (Death) થઈ ગયું હતું.
ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતુ કે, ”તેઓ આ દુર્ઘટનાથી દુ:ખી છે. તપાસકર્તાની એક ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી રહી છે.” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ”મહિમા (28) છેલ્લા 4 મહિનાથી તાલીમ લઈ રહી હતી. તેણીએ સેસના 152 વિમાનથી સવારે લગભગ 10:25 મિનિટે ઉડાન ભરી હતી અને વિમાન જ્યારે જિલ્લાના તુંગતુર્થી ગામ ઉપર થઈ પસાર થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.”
દુર્ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ જોયું કે, વિમાન એક મેદાન પર દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનના ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ કોઈ આગ લાગી ન હતી. દુર્ઘટનાનો અવાજ સાંભળી આસપાસના લોકો જ્યારે દુર્ઘટના સ્થળે પહોચ્યા ત્યારે પાયલટ મહિલાનું મોત થઈ ચૂક્યું હતું. એક માત્ર મહિલા પાયલટ આ વિમાનમાં સવાર હતી. એકાદમી આંધ્ર પ્રદેશના માચેરલા સ્થિત છે અને તેલંગણાની ખૂબ નજીક છે.