વડોદરા તા.24
24 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વિની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાન સભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એજ રીતે જિલ્લા તથા મહાનગર પાલિકા કક્ષાએ પણ તેજસ્વિની પાલિકાની સભાનું આયોજન કરાયું હતું.
રાજ્યની મહાનગર પાલિકામાં અને ઈતિહાસમાં પ્રથમ વખત બાલિકા સામાન્ય સભા યોજાઈ હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાની સભામાં ૫૦ થી વધુ બાલિકાઓએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેને લઈને વડોદરા મહાનગર પાલિકા ખાતે પણ તેજસ્વિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા ખાતે વડોદરાના મેયર ,સભ્યોની માફક પ્રમુખ, ચેરમેન, સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ હતી. રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજયમાંથી 1300 બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાની છે. આ કાર્યકમમાં બાળકીઓએ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વગેરે સભ્યોની ભૂમિકા ભજવીને સામાન્ય સભાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં પ્રથમ વખત તેજસ્વિની વિધાનસભા
By
Posted on