SURAT

‘અગર તુ ચીલ્લાઈ, તો મેં તેરે બચ્ચે કો ખતમ કર દુંગા’ કહીને સુરતમાં ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી

સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો રીક્ષાચાલક (Auto Driver) ગઈકાલે રાત્રે સામેની બિલ્ડીંગમાં રહેતા મિત્રની પત્નીને ઘરમાં એકલી સુતેલી હોવાની તક જોઈને મધરાતે દરવાજો ખોલીને અંદર ચપ્પુ (Knief) લઈને ઘુસી ગયો હતો. બાદમાં પરિણીતાને (Married Women) ચપ્પુ બતાવીને તેના બાળકને જાનથી મારવાની ધમકી (Threaten) આપી છેડતી (Teasing) કરી હતી. જોકે પરિણીતાના બાળકો જાગી જતા રડવા લાગતા આરોપી ભાગી ગયો હતો. જહાંગીરપુરા પોલીસે છેડતીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.

  • જહાંગીરપુરા આવાસમાં ઘરમાં એકલી સુતેલી પરિણીતાની પતિના મિત્રએ જ છેડતી કરી
  • પરિણીતાના બંને બાળકો રડવા લાગતા રીક્ષાચાલક આરોપી ભાગી ગયો
  • પરિણીતાની સાસુ ઘરને બહારથી બંધ કરી અગાસી ઉપર સુવા ગઈ હતી

જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો 32 વર્ષીય રાસીદ મહેબુબ પઠાણ રીક્ષા ચલાવી પત્ની અને ત્રણ દિકરીઓનું ભરણપોષણ કરે છે. રાસીદ પઠાણની બિલ્ડીંગની સામે રહેતી 24 વર્ષીય આલીયા (નામ બદલ્યું છે) નો પતિ કેટરીંગનું કામ કરતો હોવાથી બે મહિનાથી બહાર ગામ છે. આલીયાનો પતિ રાસીદનો મિત્ર છે. આલીયા તેની સાસુ સાથે એકલી રહે છે. આલીયાને સંતાનમાં બે બાળકો છે.

ગઈકાલે રાત્રે આલીયાની સાસુ ઘરને બહારથી બંધ કરીને અગાસી ઉપર સુવા માટે ગઈ હતી. ત્યારે રાત્રીના આશરે ત્રણેક વાગે રાસીદ આલીયાના ઘરમાં હાથમાં છરો લઇને ઘુસી આવ્યો હતો. આલીયા કઈ બોલે તે પહેલા રાસીદે તેના છોકરાના ગળા ઉપર છરો મુકી ‘તું અગર ચીલ્લાઇ તો મેં ઇસકો ખતમ કર દુંગા’ તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ચુપ રહેતા આલીયાના શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી હતી. દરમિયાન આલીયાએ તેનો પ્રતિકાર કરી પેટમાં લાત મારી હતી. રાસીદ હુમલો કરે તે પહેલા તેનો દિકરો જાગી જતા રડવાનું ચાલુ કરતા રાસીદ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગે વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top