National

હાઉ’ઝ ધ જોશ ? ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચ ઑલિમ્પિક માટે ટોકિયો રવાના

નવી દિલ્હી: હાઉ’ઝ ધ જોશ ? તે વધારે હોવો જોઈએ. રમતગમત મંત્રી (Minister of Sports) અનુરાગ ઠાકુરે બૉલીવુડ બ્લોકબસ્ટર ‘ઉરી’ની પ્રસિદ્ધ લાઇનને ભારત (ની ઑલિમ્પિક માટે ટોકિયો જઈ રહેલા પ્રથમ બેચને અભૂતપૂર્વ વિદાય આપતા સમયે ઉચ્ચાર કર્યો હતો.

પ્રથમ બેચના વિદાય માટે શનિવારે એરપોર્ટ પર રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જોરદાર ખુશી, તાળીઓ અને પુષ્કળ શુભેચ્છાઓ વચ્ચે આર્ચરી, બેડમિંટન, ટેબલ ટેનિસ, હોકી, જુડો, જિમ્નેસ્ટિક્સ, સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ એમ આઠ શાખાના ખેલાડીઓ ટોક્યો જવા માટે ઉડાન ભરી હતી.

તેમની વિદાય અંગે એટલો ઉત્સાહ હતો કે, ભારત સરકારે ટોક્યો જતાં સભ્યો માટે ખાસ ઑલિમ્પિક કૉન્ટિજન્ટ ક્લિઅરન્સ ઇમિગ્રેશન લાઇનની વ્યવસ્થા કરી હતી. ઠાકુરની સાથે વિદાય સમારોહમાં રમત ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક, સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદિપ પ્રધાન અને ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના અધિકારીઓમાં પ્રમુખ નરિન્દર બત્રા અને સેક્રેટરી જનરલ રાજીવ મહેતા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહીથી રવાના થયેલા ભારતીય દળમાં 88 સભ્યો હતા. જેમાં 54 ખેલાડીઓ સિવાય સપોર્ટ સ્ટાફ અને આઇઓએના પ્રતિનિધિઓ સામેલ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનું પુનરાવર્તન કરતાં ઠાકુરે કહ્યું હતું કે, ત્યાં 135 કરોડ ભારતીયોના આશીર્વાદ તમારી સાથે છે. દરેક જણ તમારી સફળતાની આશા રાખે છે.

તમને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ગર્વ થવો જોઈએ. તેમણે કહ્યું કે, શોપીસમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી વખતે રમતવીરોએ કોઈ પણ પ્રકારનું દબાણ લેવું જોઈએ નહીં.

Most Popular

To Top