નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની ત્રણ મેચની વનડે શ્રેણી (ODI) પહેલા ટીમ ઈન્ડિયાને (Team India) મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) ઈજાના (Injured) કારણે આ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શમીના હાથમાં ઈજા પહોંચતા તેને મેચમાંથી (Match) બહાર જવું પડ્યું હતું.બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ભારતે બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. વનડે શ્રેણી 4 ડિસેમ્બર એટલે કે રવિવારથી શરૂ થઈ રહી છે.
ઉમરાન મલિકને એન્ટ્રી મળી
BCCIએ જણાવ્યું છે કે, ‘ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બાંગ્લાદેશ સામેની ODI સિરીઝની ટ્રેનિંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. શમી હાલમાં એનસીએમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તે ત્રણ મેચની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શમીના સ્થાને ઉમરાન મલિકની પસંદગી કરી છે.
ટેસ્ટ શ્રેણીની ટીમમાં શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
મળતી માહિતી અનુસાર શમીના હાથમાં ઈજા છે અને તે ત્રણેય મેચ રમી શકશે નહીં. શમીને બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં, શમીએ ODI શ્રેણીમાં ભારતીય પેસ આક્રમણનું નેતૃત્વ કરવાનું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ વનડે 4 ડિસેમ્બર એટલે કે રવિવારે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.
શમી એનસીએમાં રિપોર્ટ કરશે
આ મામલે સૂત્રો પાસેથી જાણકારી મળી છએ કે મોહમ્મદ શમીના હાથમાં ઈજા થઈ છે જે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ બાદ ફરી ટ્રેનિંગ શરૂ કર્યા બાદ ફરી હાથમાં વાગ્યું હતું. તેને એનસીએને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે અને 1 ડિસેમ્બરે ટીમ સાથે મુસાફરી કરી ન હતી.
ન્યુઝીલેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો
T20 વર્લ્ડ કપ 2022 બાદ શમીને પણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા અન્ય સિનિયર ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. શમી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જોકે તે ટુર્નામેન્ટમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિત, કોહલી અને રાહુલ સહિત તમામ વરિષ્ઠ ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી ટીમમાં પરત ફરી રહ્યા છે.
શમી ઉપરાંત બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટેની વર્તમાન ટીમમાં પહેલાથી જ ચાર ઝડપી બોલર છે. જેમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેનનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, BCCI ભાગ્યે જ કોઈ રિપલેસ્ટમેન્ટની જાહેરાત કરશે.
ભારતીય ટીમ હાલમાં ઢાકામાં છે અને શુક્રવારે ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જેમાં મોટાભાગના ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ શ્રેણી સાથે ભારતીય ટીમ આવતા વર્ષે ઘરઆંગણે યોજાનારા વનડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. તમામની નજર ભારતીય ટોપ ઓર્ડર પર રહેશે. રોહિત અને રાહુલ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે.
ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે
જો કે, જો શમીની ઈજા ગંભીર બનશે તો તે 14 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. સૂત્રએ કહ્યું, “ત્રણ વનડેમાં શમીની ગેરહાજરી ચોક્કસપણે એક પરિબળ છે, પરંતુ સૌથી મોટી ચિંતા ટેસ્ટ શ્રેણીની છે જ્યાં તેણે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં હુમલાનું નેતૃત્વ કરવું પડશે.”
વનડે શ્રેણી માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેન.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
• 4 ડિસેમ્બર, 1લી ODI (ઢાકા) સવારે 11.30 વાગ્યે
• 7 ડિસેમ્બર, બીજી ODI (ઢાકા) સવારે 11.30 વાગ્યે
• 10 ડિસેમ્બર, 3જી ODI (ઢાકા) સવારે 11.30 વાગ્યે
• ડિસેમ્બર 14-18, પ્રથમ ટેસ્ટ (ચટગાંવ)
• ડિસેમ્બર 22-26, બીજી ટેસ્ટ (ઢાકા)