ટિમ ઇન્ડિયા (Team India) હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ટિમ બાંગ્લાદેશનો (Bangladesh) પ્રવસ (travel) ખડશે. આ પ્રવાસને લઇ ટિમના વેન ડે સ્ક્વોડનું (Van Day Squad) એલાન થઇ ચૂક્યું છે. આ વખતે ટિમમાં નવા બદલાવો પણ બીસીસીઆઈએ (BCCI) કર્યા છે.હાલ તો બાંગ્લાદેશની ટિમ માટેના દિગ્ગજ ખેલાડીઓનું સિલેક્શન થઇ ચૂક્યું છે. પણ ટિમમાં બે નવા બદલાવો પણ ટીમને લઇને કર્યા છે. આ ખેલાડીઓ હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમ્યાન ટિમની બહાર હતા. જેમની એન્ટ્રીની સાથે જ રમતને લઇને નવા સમીકરણો બંધાશે તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે.
ટિમમાં થયા આ મોટા ફેરફારો
બાંગ્લાદેશની વિરૃદ્ધ થવા જઇ રહેલી સિરીઝમાં બધા દિગ્ગજ ખેલાડીઓનું પુનઃઆગમન થઇ ચૂક્યું છે.ત્યારે હાલ ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી સીરીઝ દરમ્યાન ઇજા પામેલા રવિન્દ્ર જાડેજા અને યશ દયાલને રિપ્લેસ કરવાનો નિર્ણય લઇને તેઓની જગ્યાએ કુલદીપ સેન અને શાહબાઝ અહેમદને શમિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત બાંગ્લાદેશની સિરીઝમાં રોહિત શર્મા,કે એલ રાહુલ,વિરાટ કોહલી પણ આ સિરીઝમાં ભાગ લેશે.
ટીમમાં રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠીને પણ ટિમમાં સ્થાન
ટિમ ઇન્ડિયાના ખેલાડી ઓ પૈકી રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠીને પણ સ્થાન આપ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.અને હવે આવતા વર્ષે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ વધુને વધુ ખેલાડીઓને ટીમમાં તક આપી છે. જો કે ચોંકાવનારા સમાચાર એ છે કે સંજુ સેમસનને એક પણ મેચમાં તક ન મળતા તેને ફરી એકવાર ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઈશાન કિશન અને ઋષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમેન), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન