નવી દિલ્હી : આગામી દિવસોમાં ટીમ ઇન્ડિયાની (Team India) ટક્કર ઓસ્ટ્રેલિયા (Australia) સાથે થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા જ ટીમમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. આઠ દિવસો બાદ ભારતનો મુકાબલો થશે તે પહેલા ભરતીય ટીમને મોટો ઝટકો પણ લાગ્યો છે. ખેલાડીઓ પૈકી શ્રેયશ અય્યર (Shreysh Iyer) હાલ ઈજાગ્રસ્ત (Injured) હોવાને કારણે રમી શકે તેમ નથી જયારે હવે આગામી 9 ફેબ્રુઆરીથી મેચ શરુ થવા જઈ રહી છે. આ મેચ નાગપુરના (Nagpur) વિદર્ભ જરીકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે.
શ્રેયશ અય્યર પીઠ ની ઇજાને કારણે તે હાલ સારવાર હેઠળ છે
ટીમ ઇન્ડિયાના ખેલાડી શ્રેયશ અય્યરને પીઠ ની ઇજાને કારણે તે હાલ સારવાર હેઠળ છે. જેને કારણે હવે ભારતીય ટીમનું મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં સૂર્યા કુમાર યાદવને મિડલ ઑર્ડર ઉપર બેટિંગ કરવા માટે ઉતારી શકે તેમ છે. અને જો આવું થશે તો સૂર્ય કુમાર સૌથી લાંબા ફોર્મેટમાં ડેબ્યુ કરતા નજરે આવશે. આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ શુભમ ગિલને પણ રમવાનો મોકો આપી શકે તેમ છે. તો બીજી તરફ રોહિત શર્મા સાથે કે એલ રાહુલ ઓપનિંગ પણ કરી શકે તેવી સંભવનાઓ છે.
સૂર્યા મિડલ ઓર્ડર બેટ્સમેન હોવાને કારણે તેને ગિલ કરતાં વધુ પસંદ
સારવાર હેઠળ રહેલા શ્રેયશ અય્યર મેચ પહેલા સારા થાય તેવા કોઈ પણ અણસાર હજુ દેખાઈ રહ્યા નથી જેને લઇને ટીમ ઇન્ડિયાના મેનેજમેંટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝની પહેલી મેચ યોજાવવાની હતી તે પહેલા જ તેઓને પીઠમાં ઇજા થઇ હતી. જોકે, સૂર્યા મિડલ ઓર્ડર બેટ્સમેન હોવાને કારણે તેને ગિલ કરતાં વધુ પસંદ કરી શકાય છે. અય્યર અત્યારે શાનદાર ફોર્મમાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે ભારતની 2-0થી ટેસ્ટ શ્રેણી જીતવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પાંચ નંબરનો બેટ્સમેન મોટી ઈનિંગ રમી શકતો હોય છે
બીસીસીઆઈ આ ફેરફારને લઇને જણાવે છે કે વર્ષ – 2021ના અંતમાં જ્યારે ન્યૂઝીલેન્ડ ભારત આવ્યું ત્યારે મિડલ ઓર્ડરમાં શુભમન ગિલને રમવાની વાત થઈ હતી. ત્યારબાદ કેએલ રાહુલે મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરવી પડી હતી. ત્યારપછી રાહુલ ઈજાગ્રસ્ત થયો અને ગિલ ઓપનર થયો. ત્યારથી ગિલ રેડ બોલ ક્રિકેટમાં સતત ઓપનિંગ કરી રહ્યો છે.કપ્તાન રોહિત શર્મા અને વાઇસ કપ્તાન રાહુલ ટીમમાં પ્રથમ પસંદગી પામનારો ઓપનર છે. આ પછી ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. ભારતીય ટીમમાં પાંચમાં નંબરનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે બીજો નવો બોલ આવ્યા બાદ પાંચ નંબરનો બેટ્સમેન મોટી ઈનિંગ રમી શકતો હોય છે તેવી આશાઓ રાખવામાં આવે છે. જેને કારણે અય્યર આ રોલમાં ફિટ બેસે છે તે વાતને નકારી શકાય તેમ નથી.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શીડ્યૂલ
ફેબ્રુઆરી 9-13: પ્રથમ ટેસ્ટ
ફેબ્રુઆરી 17-21: બીજી ટેસ્ટ
માર્ચ 1-5: ત્રીજી ટેસ્ટ
માર્ચ 9-13: ચોથી ટેસ્ટ
17 માર્ચ: 1લી ODI
19 માર્ચ: બીજી વનડે
22 માર્ચ: ત્રીજી ODI