નવી દિલ્હી: વિન્ડીઝ (WestIndiesTour) સામેની વનડે (ODI) અને ટેસ્ટ શ્રેણી (Test Series) માટે ટીમ ઈન્ડિયાની (TeamIndia) જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (RohitSharma) જ ટેસ્ટ અને વનડે શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે. ચેતેશ્વર પૂજારાને (CheteshwarPujara) ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને (AjinkyaRahane) પ્રમોશન આપવામાં આવ્યું છે. રહાણેને ટેસ્ટ સિરીઝ માટે વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. યશસ્વીને આ મહિનાની શરૂઆતમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો. આ સાથે જ ઝડપી બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીને વનડે અને ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ઉમરાન મલિક અને સંજુ સેમસન પણ ODI ટીમમાં પરત ફર્યા છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડની પણ વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.કે. અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
વન ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, આર જાડજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , જયદેવ ઉનડકટ , મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.
વિન્ડીઝનો પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. ત્રણ મેચની ODI શ્રેણીની વાત કરીએ તો તે 27 જુલાઈથી શરૂ થશે જ્યારે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
- ટેસ્ટ : પહેલી ટેસ્ટ મેચ – 12 થી 16 જુલાઈ, ડોમિનિકા, બીજી ટેસ્ટ મેચ – 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન
- વન ડે: 1લી ODI – 27 જુલાઈ, બ્રિજટાઉન, બીજી વન ડે – 29 જુલાઈ, બ્રિજટાઉન ત્રીજી ODI – 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
- T-20: 1લી T20 – 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન, બીજી T20 – 6 ઓગસ્ટ, ગુયાના, 3જી T20 – 8 ઓગસ્ટ, ગયાના 4થી T20 – 12 ઓગસ્ટ, ફ્લોરિડા 5મી T20 – 13 ઓગસ્ટ, ફ્લોરિડા