Sports

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો T20માં કેપ્ટન

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ગુરુવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્મા ODI ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. વિરાટ કોહલી પણ આ પ્રવાસમાં વનડે શ્રેણીનો ભાગ હશે. આ પ્રવાસની બંને શ્રેણી માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI શ્રેણીનું આયોજન કરવામાં આવશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCIએ બંને શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પહેલા બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જેનું આયોજન 27મી જુલાઈથી 30મી જુલાઈ દરમિયાન કરવામાં આવશે. વનડે શ્રેણીનું આયોજન 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. બંને ટીમો માટે આ સિરીઝ ઘણી મહત્વની બની રહેશે. BCCIએ ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. જ્યાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવના હાથમાં છે. એવું માનવામાં આવતું હતું કે હાર્દિક પંડ્યા ટીમનો નવો ટી-20 કેપ્ટન હશે પરંતુ તે ટીમનો એક ભાગ હોવા છતાં કેપ્ટનશિપ તેના હાથમાં નહીં હોય.

કુલદીપ, ચહલને જગ્યા ન મળી, બુમરાહને આરામ
T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ લીધી છે. આ સિવાય બુમરાહને પણ આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પણ T-20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ચહલને વનડે ટીમમાં પણ જગ્યા મળી નથી. જ્યારે કુલદીપ યાદવ ODI ટીમનો ભાગ હશે.

ભારતના શ્રીલંકા પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થશે. ભારતીય ટીમ 20મી પછી આ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. જો કે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બીજી મેચ 28મીએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. ODI શ્રેણી 2 ઓગસ્ટથી શરૂ થશે, જેની બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 4 અને 7 ઓગસ્ટે રમાશે.

T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

Most Popular

To Top