રમાયેલી ઇન્ડિયન વેલ્સ બીએનપી પરિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઘુંટણની ઇજા છતાં ટેલર ફ્રિટ્ઝે સતત 20 મેચથી જીતતા આવી રહેલા સ્પેનિશ સ્ટાર રફેલ નડાલનો વિજય રથ અટકાવી દીધો હતો અને આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. ઇજાને કારણે મેચમાંથી હટી જવાનું પ્રેશર હોવા છતાં ફ્રિટ્ઝે કોચની સલાહને અવગણીને મેચ રમી હતી અને અંતે તેણે નડાલને 6-3, 7-5થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
વિક્રમી 21 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચુકેલા નડાલની આ વર્ષે આ પહેલી હાર રહી હતી. તે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતીને નોવાક જોકોવિચ તેમજ રોજર ફેડરરથી આગળ નીકળીને સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારો ખેલાડી બન્યો હતો અને સતત 20 મેચ તેણે જીતી હતી. ફ્રિટ્ઝને આન્દ્રે રૂબેલેવ સામેની સેમીફાઇનલમાં ઇજા થઇ હતી, જ્યારે નડાલ પણ ફાઇનલમાં નાદુરસ્ત હતો અને તેણે શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોવાના કારણે બે વાર મેડિકલ ટાઇમ આઉટ લીધો હતો.
ટેલર ફ્રિટ્ઝે રફેલ નડાલનો વિજય રથ અટકાવી પરિબાસ ઓપન ટાઇટલ જીત્યું
By
Posted on