National

સેના ઉપર બોલેલા આવા શબ્દો રાહુલ ગાંધીને શોભતા નથી: વિદેશ મંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: બે દિવસ પહેલા તવાંગમાં (Tawang) ચીનીની સેના (Chinese army) અને ભારતીય સેના (Indian Army) વચ્ચે થયેલી અથડામણ બાદ હાલ સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. આવ ગરમાયેલા મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું (Rahul Gandhi) એક નિવેદન સામે આવવાથી ભારે ખલબલી મચી ગઈ હતી. જેને લઈને દેશમાં ગરમાટો ફેલાઈ ગયો છે. રાહુલના નિવેદન પર હવે વિદેશ મંત્રી જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે રાહુલ ગાંધીએ પોતાના એક નિવેદનમાં સેનાના જવાનો માટે ‘પીટાઈ’ શબ્દનો ઉપયોગ કરીને ભાંગરો વાટ્યો હતો.

વિદેશ મંત્રીએ લોકસભામાં કહ્યું સેના વિરુદ્ધ અપમાન સહી શકાય તેમ નથી
હવે આ નિવેદન પર વિદેશ મંત્રીએ લોકસભામાં કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી પરંતુ અમારા સૈનિકોનું અપમાન જરાય સહન કરાય તેવી બાબત નથી. તેમણે કહ્યું હતું કે જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે ત્યારે હું ફક્ત નમીને જ માન આપી શકું છું. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે આપણા જવાનો માટે મારપીટ શબ્દનો ઉપયોગ ન થવો જોઈએ. આ શોભનીય બાબત નથી.

સૈનિકોનું સન્માન અને પ્રશંસા થવી જોઈએ’
જયશંકરે કહ્યું કે આપણે આપણા જવાનોની સીધી કે આડકતરી રીતે ટીકા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે આપણા સૈનિકો યાંગત્સેમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર ઉભા રહીને આપણી સરહદની રક્ષા કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે આપણી સેનાના જવાનોનું સન્માન કરવું જોઈએ અને પ્રશંસા કરવી જોઈએ.ચીનીની સેના અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણ બાદ હાલ સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે એવામાં આવા નિવેદનો સામે આવે છે ત્યારે દુખ થાય છે.વધુમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સૈનિકોનું સન્માન અને પ્રસંસા થવી જોઈએ.

આપણે જાહેરમાં કેમ કહીએ છીએ કે અમારા સંબંધો સામાન્ય નથી?
એસ જયશંકરે લોકસભામાં એમ પણ કહ્યું કે જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો ભારતીય સેનાને સરહદ પર કોણે મોકલ્યું. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો આજે આપણે ચીન પર ડી-એસ્કેલેશન અને ડીસ એન્ગેજમેન્ટ માટે કેમ દબાણ કરી રહ્યા છીએ? શા માટે આપણે જાહેરમાં કહીએ છીએ કે અમારા સંબંધો સામાન્ય નથી?

Most Popular

To Top