Gujarat Main

તથ્ય પટેલે હાઇકોર્ટ પાસે માંગ્યા હંગામી જામીન, કોર્ટે કર્યો તપાસનો આદેશ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ (Tathya Patel) હાલ જેલમાં બંધ છે. ત્યારે નબીરાએ પોતાના હંગામી જામીન (Provisional bail) માટે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ તથ્યની આ અરજી પર સુનાવણી માટે તારીખ આપી હતી. આ સાથે જ તથ્યની જામીન અરજી કેટલી યોગ્ય છે તેની તપાસ કરવા પણ કોર્ટે સુચવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલે ફરી એક વાર હાઇ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેમજ તથ્યએ આ હંગામી જામીન સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે માંગ્યા હતા. તથ્યના જણાવ્યા મુજબ તેને હૃદય સબંધીત બિમારી છે. તેમજ પીડા વધી જતા તેને ચેકઅપ કરાવવા માટે હંગામી જામીનની જરૂર છે. ત્યારે તથ્યની આ જામીન અરજીની સુનાવણી કરવા માટે કોર્ટે 14 જૂનની તારીખ આપી હતી.

આ સિવાય કોર્ટે આદેશ આપ્યો હતો કે તથ્યની સૌપ્રથમ તપાસ કરવામાં આવે કે તેને આ જામીનની જરૂર છે કે કેમ. આ સાથે જ હાઈકોર્ટે જેલ સત્તાધીશોને તથ્યના તાજેતરમાં કરેલા તબીબી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. જેની સુનાવણી 14 જૂને હાથ ધરવામાં આવશે. આ સિવાય પણ તથ્ય પટેલ અગાઉ 3 વખત જામીન અરજી કરી ચૂક્યો છે.

અગાઉ તથ્ય પટેલે ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી સારવાર માટે એક મહિનાના જામીન માગ્યા હતા. ત્યારે કોર્ટે તથ્યની સારવાર યુએન મહેતા હોસ્પિટલમાં કરાવવા આદેશ કર્યો હતો. ત્યારે જેલ સત્તાધીશોએ તથ્યના હૃદય સંબંધિત રિપોર્ટ કરાવ્યા હતા. તેમજ જ્યારે તથ્યના રિપોર્ટ કરાવવામાં આવ્યા ત્યારે તેના રિપોર્ટમાં કોઇ બિમારી આવી ન હતી. તેમજ ઇકો કાર્ડિયોગ્રામ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ત્યારે તથ્ય જેલમાં જ રહેવું પડ્યું હતું. હવે ફરી એકવાર નબીરાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળામાં ઉભા રહી અકસ્માતને જોઇ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદનો એક નબીરો તથ્ય નશાની હાલતમાં પોતાની જેગુઆર ગાળીમાં આવ્યો અને 9 લોકોને કચડી નાંખ્યા. આ ઘટના બાદ તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.

Most Popular

To Top