Business

ટાટા ગ્રુપની સૌથી મોટી એવિએશન ડિલ: 250 વિમાન એરબસ પાસેથી ખરીદશે, ફ્રાંસના PMએ કહ્યું…

નવી દિલ્હી: ભારતના (India) સૌથી જૂના કારોબારી સમૂહમાંના એક ટાટા ગ્રુપ (TATA Group) સૌથી મોટો એવિએશન સોદો (Deal) કરવા જઈ રહ્યો છે. એર ઈંડિયાએ (Air India) 250 વિમાન (Plane) એરબસ પાસેથી ખરીદવાની ધોષણા કરી છે. 40 મોટી બોડી વાળા A350 વિમાન આ ડિલમાં સામેલ છે. આ ઉપરાંત 210નેરો બોડી વાળા વિમાનોનો પણ ઓર્ડર (Order) આપવામાં આવ્યો છે. એરબસ સાથે કરવામાં આવેલો આ સોદો એર ઈંડિયા દ્વારા 470 વિમાનોના મોટા ઓર્ડરનો હિસ્સો છે. જેમાં બોઈંગના 220 વિમાનોની ડીલનો પણ સમાવેશ થાય છે. ‘ઓનલાઈન’ મીટિંગમાં ચંદ્રશેખરને કહ્યું કે આ વિમાનોની ખરીદી માટે એરબસ સાથે ઈરાદા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેનો આ કરાર ભારત અને ફ્રાન્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે.

69 વર્ષ બાદ ટાટા જૂથમાં વાપસી કરી રહેલી એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એરલાઈન્સનો કાફલો પણ વિસ્તારવામાં આવી રહ્યો છે. આ માટે એરબસ સાથે આ સીમાચિહ્નરૂપ કરાર કરવામાં આવ્યો છે. એરબસ-એર ઈન્ડિયા ડીલ ઈવેન્ટમાં રતન ટાટા, પીએમ નરેન્દ્ર મોદી, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને એરબસના સીઈઓ ગુઈલ્યુમ ફૌરી વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. દરમિયાન, ફોરીએ આ સોદાને કંપની માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એર ઈન્ડિયાએ તેના ક્રૂ સભ્યોને નૈતિક ધોરણોનું પાલન કરવા કહ્યું છે અને જો તેમની ક્રિયાઓ કંપનીની છબીને સીધી અસર કરશે તો તેમને શિસ્તભંગના પગલાંની ચેતવણી આપી છે. એરલાઇન કંપનીના ફ્લાઇટ સેફ્ટી ડિપાર્ટમેન્ટે સોમવારે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી, તેમને “ટીસીઓસી (ટાટા કોડ ઓફ કંડક્ટ)ની વિરુદ્ધ હોય તેવું કંઈપણ ન કરવા” સૂચના આપી.

એવિએશન સેક્ટરમાં એર ઈન્ડિયાનો આ સોદો જ્યાં કંપનીના કદને ઉંચો કરનાર સાબિત થશે, ત્યાં મુસાફરો માટેની સુવિધાઓમાં પણ વિસ્તરણ થશે. આ પછી ભારતીય એરલાઇન સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રની ત્રીજી મોટી ખેલાડી બની જશે. ટાટા ગ્રુપ આ ડીલ માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યું હતું. કંપનીને અપેક્ષા છે કે આ સોદો પૂરો થયા બાદ કંપનીના ઈંધણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સસ્તી ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહેશે.

Most Popular

To Top