Business

ગુજરાતમાં ટાટા અને ફોર્ડ મળી કરશે આ મોટું કામ, વડાપ્રધાન મોદીનું સ્વપ્ન થશે સાકાર

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત સરકાર (Gujarat Government), ટાટા મોટર્સની (TATA Motors) સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેકટ્રીક મોબિલિટી (Tata Passenger Electric Mobility) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (Ford India Pvt) વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર કરાર (Agreement) કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના અનુસંધાને તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. તેથી હવે ફોર્ડ કંપનીની તમામ મશીનરી ટાટા મોટર્સ પોતાના હસ્તગત કરશે. ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓને ટાટા મોટર્સ કંપનીમાં સમાવેશ કરવામાં આવશે.

ગાંધીનગર ખાતે થયેલા ત્રિપક્ષૂય સમજુતી કરાર અનુસાર ટાટા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ બધી જ જમીન, બિલ્ડિંગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે. તેમજ તેના કર્મચારીનો પણ ટાટા મોટર્સમાં સમાવેશ કરશે. જેના કારણે ટાટા મોટર્સ કંપનીમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે. જો કે ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ કંપની સાણંદ ખાતે એન્જિન ઉત્પાદન પ્લાન્ટ ચાલુ રાખશે, અને ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયા પ્રા,લિ કંપનીને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે.

રાજ્ય સરકારે માત્ર 90 દિવસના ટૂંકા સમયગાળામાં જ ટાટા મોટર્સને ગુજરાતના સાણંદમાં અમેરિકન ઓટો પ્રમુખ ફોર્ડ મોટર કંપનીના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને હસ્તગત કરવાની મંજૂરી મળી ગઇ હતી. આ કરારથી મોટા પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાશે. તેમજ ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનની શરૂઆત થશે પર્યાવરણ પ્રિય ગ્રીન મોબીલીટીની પહેલમાં ગુજરાત અગ્રેસર રહેશે. નિષ્ણાંતોના મત આધારે ફોર્ડ મોટર કંપની બજાર, ઉત્પાદન ડિઝાઇન, સ્થિતિની ખોટી સમજણ તેમજ બીજા પ્લાન્ટમાં મોટા પાયે રોકાણ કરી ઘણાં પરિબળોના કારણે ગત વર્ષે ભારત છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયથી 25 હજાર લોકો રોજગાર ગૂમાવે તે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો હતો. પરંતુ આ ત્રિપક્ષીય સમજૂતી કરાર હસ્તગતથી રોજગારીના પ્રશ્નનું નિરાકરણ આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ સંભાળ્યો હતો તે દરમિયાન ગુજરાત ઓટો હબ બનવવાના સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક નીતિ-2009 અંતગર્ત, રાજય સરકાર મેગા/ ઈનોવેટીવ પ્રોજેક્ટને સહાય આપવાનું જાહેર કર્યું હતું.

Most Popular

To Top