Business

હવે TATA બનાવશે Indian iPhone! આઇટી મંત્રીએ કરી સત્તાવાર જાહેરાત

iPhone: ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરનાર વિસ્ટ્રોન પ્લાન્ટ હસ્તગત કર્યો છે. હવેથી, ટાટા ગ્રૂપ દ્વારા ભારતમાં iPhoneનું ઉત્પાદન અને એસેમ્બલ કરવામાં આવશે, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 27 ઓક્ટોબરે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X દ્વારા માહિતી આપી હતી.

રાજીવ ચંદ્રશેખરે લખ્યું હતું કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું, “તમારા યોગદાન માટે વિસ્ટ્રોનનો આભાર, અને ભારતીય કંપનીઓ સાથે ભારતમાંથી વૈશ્વિક સપ્લાય ચેઇન બનાવવા માટે Apple દ્વારા આ ખૂબ જ સારું પગલું છે.”

મળતી માહિતી મુજબ વિસ્ટ્રોનની ફેક્ટરીની કિંમત આશરે $125 મિલિયન આંકવામાં આવી છે. આ ડીલ માટે ટાટા ગ્રુપ અને વિસ્ટ્રોન વચ્ચે છેલ્લા એક વર્ષથી વાતચીત ચાલી રહી છે. વિસ્ટ્રોનનો આ પ્લાન્ટ iPhone-14 મોડલના ઉત્પાદન માટે જાણીતો છે. હાલમાં આ પ્લાન્ટમાં 10,000 થી વધુ કામદારો કામ કરે છે.

વિસ્ટ્રોન 2008 માં ભારતીય બજારમાં પ્રવેશ્યું, જ્યારે કંપની ઘણા ઉપકરણો માટે સમારકામ સુવિધાઓ પ્રદાન કરતી હતી. આ પછી, 2017 માં, કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને Apple માટે iPhoneનું ઉત્પાદન શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપ મીઠું વેચવાથી લઈને ટેકનિકલ સેવાઓ પૂરી પાડવા સુધીના અનેક પ્રકારના બિઝનેસમાં સામેલ છે. તાજેતરના વર્ષોમાં, જૂથે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઈ-કોમર્સ ક્ષેત્રે પ્રવેશવાની યાત્રા શરૂ કરી છે. જૂથ હાલમાં તમિલનાડુ રાજ્યમાં તેની ફેક્ટરીમાં iPhone ચેસિસનું ઉત્પાદન કરે છે, જે ઉપકરણની મેટલ બોડી બનાવે છે. વધુમાં, ચેરમેન એન ચંદ્રશેખરન અગાઉ પણ ચિપમેકિંગ બિઝનેસમાં આવવાની આકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે.

Most Popular

To Top