Business

ટાટા ગૃપ બનાવશે પ્રથમ ભારતીય iPhone, મેડ બાય ઇન્ડિયનથી કંપની રચશે ઇતિહાસ

નવી દિલ્હી: ભારતનું સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા (TATA) ગૃપ ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ટાટાનું નામ Appleના iPhone સાથે જોડાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ભારતમાં (India) જે આઇફોનનો (IPhone) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે કાં તો વિદેશમાં બનાવવામાં આવે છે અથવા ફોક્સકોન જેવી વિદેશી કંપનીની ભારતીય ફેક્ટરીમાં એસેમ્બલ કરવામાં આવે છે. પરંતુ હવે આઈફોન માત્ર મેડ ઈન ઈન્ડિયા (Made In India) જ નહીં, પણ ભારતીય કંપની દ્વારા (Made By Indian) બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ ડીલ પર છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું હતું. આ ડીલ $600 મિલિયનથી વધુની હોઈ શકે છે. વિસ્ટ્રોન ફેક્ટરી આઇફોન 14 મોડલના ઉત્પાદન માટે જાણીતી છે અને હાલમાં તે 10,000 થી વધુ કામદારોને રોજગારી આપે છે. વિસ્ટ્રોને માર્ચ 2024 સુધીમાં એપલને $1.8 બિલિયનની કિંમતના iPhones મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમજ Appleએ આગામી વર્ષ સુધીમાં ફેક્ટરી કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરવાનો દાવો કર્યો છે.

ટાટા જૂથ એપલના મુખ્ય સપ્લાયર વિસ્ટ્રોનની માલિકીની ફેક્ટરી હસ્તગત કરવાના અંતિમ તબક્કામાં છે. આ ડીલ ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. જો આવું થાય તો તે ભારતીય ઉદ્યોગ અને સરકારના મેક ઇન ઇન્ડિયા મિશન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ ભારતીય કંપની iPhone એસેમ્બલીના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. ટાટા જૂથનો ઉદ્દેશ્ય કર્ણાટકના દક્ષિણ રાજ્યમાં સ્થિત વિસ્ટ્રોન ફેક્ટરી હસ્તગત કરવાનો છે.

ટાટા ગ્રુપ હાલમાં ભારતમાં આગામી iPhone 15 મોડલ્સની એસેમ્બલીનું પરીક્ષણ કરી રહ્યું છે. વિસ્ટ્રોને શરૂઆતમાં 2008માં એક સાધન સમારકામ એકમની સ્થાપના સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. 2017 માં કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને Apple માટે iPhoneનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.

Most Popular

To Top