નવી દિલ્હી: ભારતના (India) વ્યાપાર જગતના ઈતિહાસમાં પહેલીવાર બે દિગ્ગજો એકસાથે કામ કરવા જઈ રહ્યાં છે. જો આ સમાચાર સાચા સાબિત થશે તો વિશ્વાસ કરો આવું પહેલીવાર થતું જોવા મળશે. વાત એમ છે કે એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (MukeshAmbani) કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RelianceIndustries) અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ પૈકીનું એક ટાટા ગ્રૂપ (TATA) સંયુક્ત સાહસ કરવાનું વિચારી રહ્યું છે.
મીડિયામાં ચાલતી ચર્ચા અનુસાર રિલાયન્સે દેશમાં ટીવી વિતરણમાં (TVDistribution) તેની હાજરી વધારવા માટે બોલ્ડ પ્લાન બનાવ્યા છે અને જે રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી માત્ર મુકેશ અંબાણીને જ નહીં પરંતુ રતન ટાટાને (RatanTata) પણ ફાયદો થઈ શકે છે. તો આખી ડીલ સમજવા માટે પહેલા ટાટા પ્લેમાં (TataPlay) શેર હોલ્ડિંગ પેટર્નને સમજો. તેમાં ટાટા ગ્રુપનો હિસ્સો લગભગ 50.8% છે. વોલ્ટ ડિઝની 29.8% અને ટેમાસેક (Temasek) 20% ની માલિકી ધરાવે છે.
વાત એમ છે કે મુકેશ અંબાણી વોલ્ટ ડિઝની (WaltDisney) સાથે ડીલ કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાટા પ્લેમાં 29.8% હિસ્સા માટે વોલ્ટ ડિઝની કંપની સાથે વાતચીત કરી રહી છે. બીજી તરફ ટાટા સન્સ પાસે સેટેલાઇટ ટેલિવિઝન બ્રોડકાસ્ટરમાં (SatelliteTelevisionBroadcaster) 50.2% હિસ્સો છે. ડિઝની સિવાય બાકીના શેર સિંગાપોર (Singapore) સ્થિત ફંડ ટેમાસેકની માલિકીના છે.
જો આ ડીલ થશે તો તે પહેલીવાર હશે જ્યારે ટાટા ગ્રુપ અને રિલાયન્સ એકસાથે ભાગીદારી કરશે, જેનાથી ટાટા પ્લે પ્લેટફોર્મ પર જિયો સિનેમા (JioCinema) ની પહોંચ વધશે. ટેમાસેક કંપનીમાં તેનો 20% હિસ્સો વેચવા માંગે છે, જેની કિંમત લગભગ 1 બિલિયન ડોલર છે.
બેન્કર્સે જણાવ્યું હતું કે ટાટા પ્લેમાં ડિઝનીના હિસ્સાનું મૂલ્યાંકન હજુ પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે ટાટા કંપની નેટફ્લિક્સ(Netflix), હોટસ્ટાર(Hotstar), જિયો સિનેમા અને એમેઝોન પ્રાઇમ (AmazonPrime) જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની સખત સ્પર્ધાને કારણે અનેક પડકારોનો સામનો કરી રહી છે. 31 માર્ચ 2023 સુધીમાં ટાટા પ્લેએ રૂ. 4,499 કરોડની આવક પર રૂ. 105 કરોડની ખોટ નોંધાવી છે.
ડિઝની અને રિલાયન્સ
ડિઝની અને રિલાયન્સ ભારતનો સૌથી મોટો મીડિયા અને મનોરંજન વ્યવસાય બનાવવા માટે તેમના મેગા સ્ટોક-અને-કેશ મર્જરને અંતિમ સ્વરૂપ આપવા વાટાઘાટોના અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ છે. Viacom18 સંયુક્ત ભાગીદારીમાં 42-45% હિસ્સા સાથે સૌથી મોટા શેરહોલ્ડર તરીકે ઉભરી શકે છે. RIL 60% હિસ્સો ધરાવતા નવા એકમમાં $1.5 બિલિયન સુધીનું રોકડ રોકાણ કરે તેવી અપેક્ષા છે, જ્યારે વોલ્ટ ડિઝની બાકીનો 40% હિસ્સો ધરાવે છે.