વડોદરા: રાવપુરા વિસ્તારમાં આવેલી પાલિકાએ કુમારશાળા નંબર 1 ને તાળા મારી રોડ શાખાની કમાણી કરી આપતી કચેરી બનાવી. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ જુના શિક્ષકો કુમાર શાળા નંબર 1 ને મંદિરની જેમ પગે લાગીને નીકળે છે. ગાયકવાડ સમયમાં સ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના એ વિધાર્થીઓ ભણી શકે તે હેતુ થી એ જમાનામાં સ્કૂલ ઊભી કરવામાં આવી હતી. રાવપુરા રોડ પર આવેલી વિશાળ મિલકત કુમાર શાળા નંબર એક ને પાલિકાએ રોડ શાખાની ઓફીસ બનાવી દીધી છે.
આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ જુના શિક્ષકો સ્કૂલને મંદિરની જેમ પગે લાગીને નીકળે છે. 12 વર્ષથી વધુ સમય પહેલા કુમાર શાળા નંબર એક ને પાલિકાએ રોડ શાખા ને કચેરી બનાવી દીધી છે. વેપારી જેમ દુકાન બંધ કરે એ રીતે સ્કૂલ બંધ કરી દેવાઈ છે. પાલિકા ઐતિહાસિક ગાયકવાડી મિલકતને કચેરીમાં ફેરવી કરોડોની રકમ ઊથલપાથલ કરી શકાય એ હેતુ ચાલુ કરવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગ એ જમાનામાં ભણી શકે એ હેતુથી સ્કૂલ ઊભી કરવામાં આવી હતી ગાયકવાડી સરકારની કરોડો રૂપિયાની જગ્યા પર સ્કૂલ ઉભી કરવામાં આવી છે. ગુજરાતી મરાઠી અંગ્રેજી દરેક વિદ્યાર્થીઓ તે સ્કૂલમાં ભણતા હતા. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ બસ ,વાન વગર ચાલતા જઈ શકે તે હેતુથી ગાયકવાડે સ્કૂલ બનાવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો પણ હવે સ્માર્ટ બની ગઈ છે ફરી આ સ્કૂલ ચાલુ થઈ શકે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે સામાન્ય અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને આવી સ્કૂલ ની જરૂરિયાત છે .ખાનગી સ્કૂલો શિક્ષણ મોંઘું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોર્પોરેશન ની સ્કૂલમાં ભણવાનું થાય છે અને હવે તેમાં પણ અનેક પરિવર્તન આવી રહ્યું છે.
પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેર નાનું હતું અને બાળકોને ભણવા માટે મહારાજાએ સ્કૂલ બનાવી હતી. શહેરની પ્રથમ સ્કૂલ હેરિટેજ હોવી જોઈએ તેને ઓફીસ બનાવી જોઈએ નહીં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ને સ્કૂલ આપવામાં આવી હતી તો તેઓએ કોર્પોરેશનને કેવી રીતે આપી કોના મંજૂરી ટ્રાન્સફર કરવામાં આવી છે તાત્કાલિક ઓફિસ બંધ કરી દેવી જોઈએ અને સ્કૂલ ને ફરી ચાલુ કરીને તેમાં બાળક ખિલખિલાટ થી સ્કૂલ ઊભી થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.