National

PM મોદીના ‘ધ્યાન’ સામે તમિલનાડુ કોંગ્રેસ હાઈકોર્ટ પહોંચી, કહ્યું- PM પદનો દુરુપયોગ કરી રહ્યા છે

તમિલનાડુ કોંગ્રેસ કમિટી (Tamil Nadu Congress Committee) મદ્રાસ હાઈકોર્ટ (High Court)) પહોંચી છે. કમિટી દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં ચુંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 30 મે થી 1 જૂન 2024 દરમિયાન કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક ખાતે તેમના ધ્યાન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પદના કથિત દુરુપયોગને રોકવા માટે પગલાં લેવામાં આવે.

જણાવી દઈએ કે PM મોદી 30મી મે 2024ની સાંજથી કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ મેમોરિયલ રોક પર 45 કલાક માટે ધ્યાન કરી રહ્યા છે. PMની મુલાકાતના ભાગરૂપે સ્થળ પર સુરક્ષા કડક કરવામાં આવી છે અને આ દિવસો દરમિયાન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની સુરક્ષામાં હજારો પોલીસકર્મી તૈનાર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની વિવેકાનંદ રોકની મુલાકાત સામે કોઈ વાંધો ઉઠાવી શકે નહીં પરંતુ લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કાના અંતિમ મતદાનના દિવસે મૌન સમયગાળા દરમિયાન તેમની મુલાકાત “હિંદુ ભાવનાઓની ઉશ્કેરણીજનક” સમાન છે. ” અને તેમના સત્તાવાર પદનો દુરુપયોગ છે. આ “મત માટે ઝુંબેશ” કરવાનો પ્રયાસ છે.

નોંધનીય છે કે સાતમા તબક્કાનું મતદાન 1 જૂન 2024ના રોજ છે. પ્રચાર સમયગાળો સમાપ્ત થઈ ગયો છે અને 30મી મે 2024ની સાંજથી કોઈપણ પ્રકારનો પ્રચાર બંધ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસનું કહેવુું છે કે વડાપ્રધાન સહિત કોઈપણ રાજકીય પક્ષને કોઈપણ સ્વરૂપમાં પ્રચાર કે પ્રસાર કરવાની છૂટ આપવી જોઈએ નહીં. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી આડકતરી રીતે પોતાના ધ્યાન દ્વારા મતદારોને વોટ માટે અપીલ કરી રહ્યા છે.

TNCC એ આરોપ મૂક્યો છે કે સત્તાવાર મીડિયા દ્વારા આ ધ્યાનનું પ્રસારણ કરવું એ આચારસંહિતાના પ્રચાર અને ઉલ્લંઘન સમાન છે જે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી સંબંધી ગુનો છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે જો ચૂંટણી પંચ આ કાર્યક્રમને ખતમ નહીં કરે તો તેનાથી વિરોધ પક્ષોને નુકસાન થશે કારણ કે તેઓ શાંત સમયગાળા દરમિયાન પ્રચાર કરી શકતા નથી.

પિટિશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 3 દિવસ દરમિયાન સામાન્ય લોકોને આ સ્થળની મુલાકાત લેવાથી રોકવામાં આવી હોવાથી પ્રવાસીઓના મુક્તપણે ફરવાના મૂળભૂત અધિકાર અને આજીવિકા કમાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના અધિકારને પણ અસર થશે.

આથી પિટિશનમાં ભારતના ચૂંટણી પંચને VII તબક્કા દરમિયાન મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં સત્તાવાર હોદ્દાઓના કથિત દુરુપયોગને રોકવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં તમિલનાડુના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ અને હિંદુ શ્રદ્ધાળુઓને વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેવા અથવા બિઝનેસ પરિસરને કોઈપણ રીતે બંધ ન કરવા માટે વચગાળાના નિર્દેશોની પણ માંગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે હાઈકોર્ટ વેકેશન પર હોવાથી અને સોમવારે ફરી ખુલવાની અપેક્ષા હોવાથી રજિસ્ટ્રીએ હજુ સુધી પિટિશનનો નંબર આપ્યો નથી. વકીલોએ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પણ પત્ર લખીને આ અરજીને તાત્કાલિક રિટ પિટિશન તરીકે રજૂ કરવાની માગણી કરી હતી.

Most Popular

To Top