તેલંગણા (Telangana): કોરોનાના કરણે દેશ સહિત આખા વિશ્વમાં આર્થિક તંગીનો માહોલ સર્જાયેલો જ છે. બીજી બાજુ જ્યારથી સ્માર્ટ ફોનનું ચલણ વધ્યુ છે, સાઇબર ક્રાઇમ, સાઇબર સ્કેમ અને ફ્રોડનું પ્રમાણ પણ વધી ગયુ છે. બુધવારે આવી જ એક ઘટના સામે આવી છે. તેલંગણામાં એક પછી એક મોબાઇલ એપ્સથી લોનના ફ્રોડ કેસ (fraud through online loan apps) વધી ગયા છે. અને તેલંગણામાં એક પછી એક આવા ફ્રોડની અનેક ફરિયાદો નોંધાઇ હતી. જેના પગલે તેલંગણા પોલીસે (Telangana Police) 113 લોન એપ્લિકેશનો વિરુદ્ધ ફરિયાદ કરી છે. એટલુ જ નહીં તેલંગણા પોલીસે Googleને આ 113 લોન એપ્લિકેશનની યાદી આપી છે, જેના પરથી મહત્તમ છેતરણી થઇ છે. તેલંગણા પોલીસે Googleને આ 113 એપ્લિકેશન તેના Play Storeમાંથી કાઢવા હાકલ કરી છે.
મળતી માહિતી મુજબ તેલંગણા પોલીસ સામે એવા ઘણા કેસ આવ્યા જેમાં લોકોએ લોન એપ્લિકેશનો પરથી છેતરણા થયાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ પછી તેલંગણા પોલીસ હરકતમાં આવી હતી, અને આ એપ્લિકેશનો તેના Play Store પરથી હટાવવા Googleને આદેશ કર્યા હતા. જો કે Google એ 113માંથી ફક્ત થોડી જ લોન એપ્લિકેશનો Play Storeમાંથી દૂર કરી હતી.
ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ લોન એપ્લિકેશનો કે જે NBFC (A Non-Banking Financial Company (NBFC) તરીકે નોંધાયેલ નથી અથવા ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India-RBI) દ્વારા માન્ય નથી અને તેમની કામગીરી ગેરકાયદેસર હતી. તેલંગણા પોલીસે કહ્યુ કે ગૂગલ પ્લે સ્ટોર પર જે લોન ધીરાણ એપ્લિકેશનો છે, તેમાંથી ઘણી બધી ગેરકાયદેસર છે. તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
થોડા દિવસો પહેલા તેલંગાણા પોલીસે પુણેમાં કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. તેનો ઉપયોગ ઓનલાઇન (ONLINE)એપ્લિકેશન (APPLICATION)કંપનીઓ પાસેથી લોન લેતા લોકોને પજવણી કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે એક ચીની મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તપાસ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તેની કંપનીના બેંક ખાતામાં જમા કરાયેલા રૂ. 1.42 કરોડ ઉપરાંત 101 લેપટોપ, 106 મોબાઇલ ફોન અને ઘણા દસ્તાવેજો કબજે કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પરશુરામ લહુ તકવે, તેની પત્ની લિયાંગ ટિયાનિયન, જે ચીની નાગરિક છે અને કોલ સેન્ટરના એચઆર મેનેજર એસ.કે.સાકીબ છે. ટિયનિયન એ ત્રીજી ચાઇનીઝ નાગરિક છે જે ડિજિટલ મની ધિરાણના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઇ હતી.