સ્મશાનમાં જવાનો શોખ કોઈને પણ હોતો નથી. પરંતુ જ્યારે પોતાના કે લાગતા વળગતાના સ્વજનના મૃત્યુ થવાથી અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવાનું થાય છે. વર્ષો પહેલાં એવું સાંભળેલું કે જામનગરનું સ્મશાન જોવાલાયક છે અને જોયેલું પણ. ખરેખર જોવાલાયક છે. આમ તો સ્મશાનમાં જઈએ ત્યારે જ સ્મશાનનું અને તેની સગવડોનું મહત્વ સમજાય છે. જે ટ્રસ્ટો સ્મશાન વિશે વિચારે છે અને તેમાં અદ્યતન સગવડો પૂરી પાડે છે તેવા ટ્રસ્ટોનું કાર્ય ખરેખર માનવના આદર્શ ગુણો ધરાવે છે. હાલમાં બારડોલીના સ્મશાનનો સ્વર્ગ જેવો વિડિયો જોયો.
શહેરોમાં સરકારી ઓફિસના મકાનો તો વખાણવાલાયક બની જ ગયાં છે, સરકારી સ્કૂલોના મકાનો પણ સારાં બની રહ્યાં છે. સાથે સાથે સ્મશાનો પણ સારાં બની રહ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ઉમરામાં, જહાંગીરપુરામાં, વરાછામાં સ્મશાનગૃહો છે. પણ હવે લિંબાયતમાં પણ ખૂબ સુંદર સ્મશાનગૃહ જોવાનું થયું. જાણે કોઈ બાગમાં ફરવા આવ્યા હોય તેવું લાગ્યું. આ સ્મશાન ખૂબ વિશાળ, અદ્યતન સગવડોવાળું અને શાંતિ પ્રદાન કરનારૂં લાગ્યું. જોકે ત્યાં જવાનો રસ્તો ડરામણો છે. ખાનગી વાહન લઇને જવું પડે અને તે પણ સાચવીને. સ્વચ્છતા હોતી નથી. ગામડાના પ્રતિષ્ઠિત વ્યક્તતઓએ સારા સ્મશાન ગૃહની મુલાકાત લઈ તેમના ગામમાં પણ સ્વર્ગ જેવા સ્મશાન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ગોડાદરા સુરત, -પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.