દાહોદ/સુખસર : ભારત દેશ મહિલાઓની પૂજા કરવાની સંસ્કૃતિમાં માનતો દેશ છે. આપણી સંસ્કૃતિ કહે છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે પરંતુ આજે પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં નારીઓનું પણ સન્માન નથી જળવાતું. ભર ગામ વચ્ચે તેઓને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવે છે. આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લામાં બનવા પામ્યો જ્યાં પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી. મહિલાને અર્ધનગ્ન કરી તેની સાડી પ્રેમીને માથે પહેરાવી બંનેને ઢોર માર મારવામાં આવ્યા. આ વિડીયો વાયરલ થયો છે.
ફતેપુરાના મારગાળા ગામે રહેતી એક પરીણિતાના લગ્ન દશ વર્ષ પહેલાં ગામમાં રહેતાં સમસુભાઈ ભાભોર સાથે થયાં હતા. લગ્ન જીવન દરમિયાન પરણિતા તથા તેના પહેલા પતિ વચ્ચે અણ બનાવ બન્યો હતો જેના પગલે પરણિતા પોતાના પહેલા પતિને છોડી પોતાના મામાને ઘરે જતી રહી હતી ત્યાર બાદ એક વર્ષથી ફતેપુરાના ઝવેસી ગામે રહેતા કાંતિ સાથે પરણિતાની આંખો મળી જતાં બંન્ને જણાએ પ્રેમ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
અને છેલ્લા 3 વર્ષથી તેઓ સાથે રહેતા હતા. દરમિયાન દરમિયાન ગત તા.૨૮મી મેના રોજ આ બંને કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા દરમિયાન પરણિતાનો પહેલો પતિ તથા તેના બે ભાઈઓએ લગ્ન સ્થળે પહોંચી ગયા હતા. અને પરણિતા તથા તેના પ્રેમીની ઉપાડી લઈ મારગાળા લઈ આવ્યા હતા જ્યાં પરણિતા તથા તેના પ્રેમીને માર માર્યા હતો. મહિલા અને તેના પ્રેમીને જાણે કોઈ ઉત્સવ મનાવવામાં આવતો હોય તે રીતે નાચ ગાન સાથે માર મારવામાં આવ્યા હતા. મહિલાની સાડી ખેંચી તેણીને અર્ધનગ્ન કરી મહિલાની સાડી પ્રેમીના માથે પહેરાવવામાં આવી હતી અને ત્યાર બાદ ઢસડી ને બંનેને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આ બાબતે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિડીયો સામે આવ્યા બાદ આ મામલે 3ની અટકાયત કરાઈ છે
મારગડા ગામ સુખસર ખાતે બનેલ મહિલા અત્યાચારના બનાવમાં આરોપી સમસુ ભાભોર અને તેના ભાઈઓ છે. સમસુ ભાભોર ભોગ બનનાર મહિલા ચંદાબેનનો પતિ છે બંને આદિવાસી સમાજના છે અને હાલ ચાર બાળકો પણ છે જે તેના મામા ના ઘરે રહે છે અને ભોગ બનનાર મહિલા ચંદાબેન પતિથી દૂર થઇ બાજુના ઝવેસી ગામના કાંતિ સાથે રહે છે જેથી તેના પતિ અને ભાઈઓ દ્વારા આ બાબતની અદાવત રાખી લગ્નમાંથી તા:28/5/23 ના રોજ મહિલાને ઉપાડી પોતાના ગામે લઇ જઈને ભોગ બનનાર સાથે મારામારી કરવામાં આવેલ હતી. જે બાબતનો વિડિઓ વાઇરલ થતા હાલ ભોગ બનનાર તથા આરોપીઓને સુખસર પોસ્ટે લાવી કાયદેસરની કાર્યવાહી કરવાનું ચાલુ છે ત્રણ આરોપી ને પણ હસ્તગત કરવામાં આવ્યા છે. -બલરામ મીણા, જિલ્લા પોલીસ વડા