Charchapatra

તાલિબાની તાંડવ

અફઘાનિસ્તાનમાં સોવિયેટ રશિયા અને અમેરિકાએ પોતાનું લશ્કર રાખ્યું બંને રાષ્ટ્રોને નુકસાન વેઠવું પડયું. આતંકવાદી સંગઠન (પાકિસ્તાન સહાયથી) તાલિબાન મજબુત થતું ગયું. કાશ્મીરમાં પ્રોક્ષી વોર આતંકી દ્વારા કરાવતું રહયું છે. છેલ્લે અમેરિકન સૈન્ય જવાથી જે શુન્યાવકાશ સર્જન થયું તેમાં ચીન-પાકિસ્તાન જેવા દુશ્મન દેશોએ ગેરલાભ લીધો, આતંકવાદીઓને નવી સરકારનું ગઠન કરવા મદદ કરી. હવે આ જ આતંકીઓને દેશમાં અને કાશ્મીરમાં અરાજકતા કરીને નુકસાન જરૂર કરશે. આપણે આ બાબત જાગૃતિ રાખવી પડશે. આપણી સંરક્ષણ સેના આ માટે સજ્જ છે. દેશના વિરોધ પક્ષોએ એકતા બતાવી છે. જોકે ભારતની સાથે ઘણા બધા દેશો આતંકવાદી વિચારધારાનો વિરોધ કરે છે. કાબલની નવી સરકારમાં સંસ્કાર વગરની સત્તા અને અયોગ્ય પદો પર આતંકવાદી સરકાર કેટલું ટકી શકશે? આતંકાવદના અંતની શરૂઆત થઇ ચુકી છે!
અમદાવાદ                  – અરૂણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top