દાહોદ: દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં જિલ્લામાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે અને બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે.
જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે. બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.
આમ રવિવારના રોજ સંજેલી તાલુકામાં બજારો બંધ રહ્યા હતા તેમજ સંજેલી પોલીસ મથકના પી.એસ.આઇ એસએમ લાસણ તેમજ તેમની ટીમ દ્વારા સવારના સમયે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ બજારમાં કઈ દુકાનો ખુલ્લી છે કે કેમ તેની તપાસ કરી ખુંલીદુકાન હોય તેને બંધ પણ કરવામાં આવી હતી તેમજ સંજેલી માં પોલીસ મથકના વાહન દ્વારા પણ કોરોનાવાયરસ ની જાગૃતતા માટે જાહેર પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.