Entertainment

આમીર પાસે નિર્માતા બનવાનો કોર્સ કરો

આમીર નિર્મિત લાપતા લેડિઝ ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી. ઓસ્કારમાં તેનું પર્ફોમન્સ કેવું રહેશે તે તો કહી નહીં શકાય પણ એક વાત નક્કી કે આપણા જે કોઇ અભિનેતા છે અને તેઓ ફિલ્મનિર્માણમાં પણ સક્રિય છે તેમાં આમીરને તમે શ્રેષ્ઠ માની શકો. જો અભિનેતા હોય એટલે સ્ટાર હોય તે સામાન્યપણે એ માટે જ ફિલ્મ બનાવે કે જેમાં પોતાના સ્ટારડમને રોકડું કરી શકાય. સલમાન, શાહરૂખ, અજય, અક્ષય સહિત બધાં આ જ કરે છે. અજયે કાજોલ માટે ક્યારેક જૂદી ફિલ્મ બનાવવી પડે કે શાહરૂખ તેની દીકરી સુહાના માટે કે સલમાન તેના ભાઇઓ માટે ફિલ્મો બનાવે તેમાં ધંધા સિવાય કોઇ હેતુ નથી. આમીર આ બધાથી જૂદો છે. સલમાન, શાહરૂખ, અજય, અક્ષયના પિતા કે કુટુંબ ફિલ્મનિર્માણમાં સંકળાયેલા નહોતા જ્યારે આમીરના તો પિતા તાહીર હુસેન અને કાકા નાસીર હુસેન નિર્માણ અને દિગ્દર્શન સાથે જ સંકળાયેલા હતા એટલે આમીરને તો પહેલો ખ્યાલ જ નિર્માણનો આવવો જોઇએ પણ તે અભિનેતા તરીકે ઘણું કામ કરતાં સ્ટાર બન્યો પછી નિર્માણ તરફ વળ્યો. તેની પહેલી ફિલ્મ લગાન હતી. એક નિષ્ફળ દિગ્દર્શક અને કોલેજકાળના મિત્ર આશુતોષ ગોવારીકરે વિચારેલી ફિલ્મ પર તેણે ભરોસો કર્યો. એ સમયે ફિલ્મમાં ગામડું હોય અને હીરો ગામડીઓ હોય તે પ્રચલિત ન હતું પણ તેણે લગાન બનાવી. એક તેના સિવાય કોઇ સ્ટાર ન હતું અને તેણે ફિલ્મ સફળ બનાવી. હીરો-હીરોઇન-વિલન-કોમેડિયન જેવા માળખાની બહારની એ ફિલ્મ પણ એકેડેમી એવોર્ડ નોમિની તરીકે ઓસ્કારમાં ગયેલી અને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનું સન્માન પામી હતી. તેણે જ્યારે તારે જમીં પર ફિલ્મ વિચારી ત્યારે પણ કોઇ લોકપ્રિય વિષય ન હતો અને લેખક અમોલ ગુપ્તે પણ કોઇ બહુ જાણીતા લેખક-દિગ્દર્શક ન હતા. આમીરે તેની સાથે ફિલ્મનું દિગ્દર્શન કર્યું. ફરી આમાં આમીર સિવાય કોલ સ્ટાર નહતા. દર્શીલ સફરી નવો હતો. ટિસ્કા ચોપરા હતી. ફિલ્મમાં આમીર તો પણ રોમાન્સ ન હતો. સ્વિર્ટ્ઝલેન્ડ ન હતું. આંખને ખુશ કરી દેતાં કોરિયોગ્રાફરની હાજર ન હતી. પ્રચલિત મનોરંજક મસાલા વિના તેણે ફરી ગંભીર વિષય લઇને ખૂબ સફળ જ હતી. વિદ્યાર્થી-વાલીઓને વિચારતાં કરી દેનારી ફિલ્મ બનાવી. ઓછા બજેટે ફિલ્મ બનાવવી ને સફળ બનાવવી આમીર જાણે છે કારણ કે તે નવા વિષયની પર્ફેક્ટ પટકથા અને યોગ્ય ગીત-સંગીત પર કામ કરી શકે છે. તેણે પીપલી લાઇવ બનાવી તેમાં ફરી ગામડું હતું પણ એક ગંભીર પ્રશ્નો હતો. અભિનેતા એવા હતા કે જૂની દસ્તાવેજી ફિલ્મોમાં ચાલી શકે. ઓકર દાસ માણીકપુરી, શાલિની વત્સ, રઘુવીર યાદવ, દિગ્દર્શક પણ અનુષ્કા રિઝવી અને મહેમુદ ફારુકી હતા. આમીર ચાહે તો રાજકુમાર હીરાનીથી માંડી ટોપના દિગ્દર્શક સાથે ફિલ્મ બનાવી શકે ને કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ સહિતની હીરોઇનો મળી શકે પણ તેણે ક્યારેય એવા સ્ટાર્સને બિગ બજેટની મનોરંજક ફિલ્મ નથી વિચારી. આમીરની ખાસિયત એ છે કે તે નવા વિષયને સૂંઘી શકે છે અને તેની ઉત્તમ પટકથામાં લખાય તેવી ધીરજ ધરી શકે છે. જાને તુ યા જાને ના માં તેણે ઇમરાન, જેનિલિયા, મંજરી ફડનીસ લીધા હતા અને અબ્બાસ ટાયરવાલાને દિગ્દર્શન સોંપેલું. આ ફિલ્મ ભારત કરતાં વધારે ચીનમાં સફળ થયેલી. પ્રેમ અને મિત્રોની વાત હતી. એવી જ અન્ય ફિલ્મ તે મુંબઇ ડાયરી, (ધોબીઘાટ) જેમાં પ્રતીક બબ્બર, મોનિકા ડોગ્રા હતા અને કિરણ રાવનું લેખન દિગ્દર્શન હતું અને દિલ્હી બેલી જેમાં 3 સંઘર્ષ કરતા મિત્રો અજાણપણે લાગણી વિનાના ગેંગસ્ટર બની જાય છે. આમાં પણ કોઇ સ્ટાર ન હતા. આમીરે ગામડાને કેન્દ્રમાં રાખી કુલ 3 ફિલ્મો બનાવી તો આ બધી શહેરની ફિલ્મો હતી અને યુવા પેઢી તેના કેન્દ્રમાં હતી. દિગ્દર્શક અભિનય દેવ, અક્ષત વર્મા હતા. આમીરે કુલ 11 ફિલ્મો બનાવી છે. તેમાં એક તલાશ અને લાલસીંઘ ચઢ્ઢા બાકી તો દંગલ, સિક્રેટ સુપર સ્ટાર એકદમ સફળ અને વિષય જુદા સ્ટાર્સ વિનાની ફિલ્મ. તેણે ટી.વી. રિયાલિટી શો સત્યમેવ જયતે બનાવી તે પણ ખાસ બની. તે અનબ્રોકન ટી.વી. મુવીનો નિર્માતા હતો. લાલસીંગ ચઢ્ઢા એક સારી ફિલ્મ છતાં ન ચાલી શકી અને તેમાં તેણે પોતાની ભૂલ શોધી કાઢી છે. લાપતા લેડીઝમાં તેણે ગામડાને કેન્દ્રમાં રાખી એક જૂદો વિષય ઉઘાડી આપ્યો. હવે તે ચેમ્પિયન્સ, સિતારે જમીં પર, લાહોર 1947, લવ ટુ ડે, હેપી પટેલ, પ્રિતમ પ્યારે ઉપરાંત ફરહાન સાથે એક ફિલ્મ ફાતિમા સનાસેખ ને સીમા પાહવા સાથેની ફિલ્મ, સુનીલ પાંડે અને જુનેદ સાથે એક ફિલ્મ ઉપરાંત જ્યા જ્યા જ્યા જ્યા હેયની રિમેક બનાવે છે. ઉજ્જવલ નિકમ જેવા સરકારી વકીલ પર બાયોપિક બનાવે છે. લવ ટુડેનો દિગ્દર્શક લાલસીંઘ ચઢ્ઢાવાળો અદ્ગૈત ચંદન જ છે. આમીર કોઇને કાયમી નિષ્ફળ સમજતો નથી. તેને ફિલ્મ બનાવવામાં ટોપ સ્ટાર્સ અને હીરોઇનની જરૂર નથી. આમીર પાસેથી બીજાઓ શીખવું જોઇએ. •

Most Popular

To Top