વડોદરા: ગઈકાલે રવિવારના રોજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસે ભાજપના કેટલાક કાર્યકરો વાઘોડીયા નગર સ્થિત ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂ. 100ની નોટ આપી ભાજપના કમળ નિશાન ઉપર બટન દબાવતા એક વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસના આગેવાનો આ વિડિયો અંગે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરીયાદ કરનાર છે. રૂપિયા આપીને મત મેળવવાનો કિમિયો કારગત નિવડશે કે નહં તે મત પેટી બતાવશે.
પ્રાપ્ત વગતો અનુસાર વાઘોડિયામાં જલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન મતદાન ચાલી રહયું હતું. તે દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરો ઈન્દ્રપુરી સોસાયટીમાં મતદારોને રૂપિયા 100 ની નોટ આપીને ભાજપના કમળ નિશાન ઉપર બટન દબાવવા સમજાવી રહયા હતા. આ અંગેનો એક વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકાના વેમાર ગામે મત મેળવવા માટે ભાજપના આગેવાનો એ રૂપિયા સહિત વાસણો વહેંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. મતો પ્રાપ્ત કરવા રાજકીય પક્ષો કોઈપણ કક્ષા ઉપર જઈ શકે છે. તેના પુરાવારૂપ ઉપરોકત બંને ઉદાહરણ છે.
ઉલ્લેખનિય છે કે, રાજકીય પક્ષો મત લેવા માટે શામ-દામ-દંડ-ભેદ ની નીતિનો ઉપયોગ કરતા હોય છે અને જેમાં મતદારો એમની વાતમાં આવી મતદાન કરે તો સરવાળે નુકશાની મતદારોને જ જાય છે.