Vadodara

પર્સ પડી ગયાના બહાને ખિસ્સામાં હાથ નાંખી તફડંચી

વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. 11 ગંભીર ગુના આચરી ચૂકેલો સુત્રધાર ઠગ તો ચોરી, લૂંટ, મારામારી ઉપરાંત પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. એસીપી મેઘા તેવારના માર્ગદર્શન આધારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સયાજી હોસ્પિટલના સંકુલમાં એક જ પખવાડિયામાં બે ગરીબ દર્દીઓના સગાને ઠગ ટોળકીએ િશકાર બનાવી હતી. તારૂ પર્સ પડી ગયું છે કહીને તુરંત ખિસ્સા ચેક કરતા ગઠીયા ચાલાકીપૂર્વક નાણાં સરકાવીને એક્ટીવા પર ફરાર થઇ જતા હતા. રાવપુરા પોલીસને ફરીયાદ મળતા જ ઉચ્ચ અિધકારીઓ સહિતનો સ્ટાફ સતર્ક બની ગયો હતો.

પોલીસે એસએસજીના સંકુલમાં સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કર્યા હતા અને ઠગ ટોળકીનો ભોગ બનનાર નિર્દોષોને બતાવતા જ ઓળખી બતાવ્યા હતા. પોલીસે ગુપ્ત રાહે તપાસ કરતા રીઢા ગુનેગાર હોવાની િવગતો સાંપડી હતી. તપાસનો દોર લંબવતા જ ખુશનંદ ઉર્ફે ખુશ ઇકબાલહુસેન મલેક (રહે. 8, નવરંગ એપાર્ટમેન્ટ, એમ્પાયર િબલ્ડીંગ સામે, ફતેગંજ, હાલ રહે. અલકા વેલ્ડીંગ સામે, નાગરવાડા ચાર રસ્તા) તથા જુનેદ ઉર્ફે મખ્ખી સઇદભાઇ શેખ (રહે. 15, પટેલ એવન્યુ, અકોટા) પાસેથી સરકાવી લેવાયેલા 15,500 રૂપિયા ઉપરાંત મોબાઇલ એક્ટીવા સહિત 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે ઊંડી તપાસ હાથ ધરતા જ સુત્રધાર ખુશનંદ તો 11 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. મારામારી, ચોરી, લૂંટ, છેતરપીંડી સહિતના ગંભીર ગુના આચરી ચૂક્યો છે. 2016 માં તો ખુશનંદ પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. પોલીસ સમક્ષ પ્રથમવાર પકડાયો હોવાનું રટણ કરતા જુનેદ ઉર્ફે મખ્ખી પણ ભૂતકાળમાં ગુનાખોરી આચરી ચૂક્યો હોવાની પોલીસને પુરી શંકા છે.

પર્સ પડી ગયાનું ગઠિયો જણાવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો : મેઘા તેવાર

મારૂં પર્સ પડી ગયું છે કહીને રૂંઆબ છાંટતી ઠગ ટોળકીનો સાગરીત કોઇ પણ નાગરીકને ખિસ્સા ચેક કરવાનું કહે તો તુરંત ઇન્કાર કરીને પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ઠગ ટોળકીની જાળમાં ફસાયા વગર ગઠીયા સામે તુરંત પલીસને જાણ કરશો તો ગેંગના શિકાર બનતા અટકશો. તેવો પ્રજાજોગ સંદેશ આપતા મદદનીશ પોલીસ કમિશ્નર મેઘા તેવારે વધુમાં જણાવેલ કે એસએસજીમાં તદ્ન મજબૂર અને ગરીબ વર્ગ સારવાર કરાવવા ક્યા ક્યાંથી આવતા હોય છે. લાચાર હાલતમાં નજીવી મૂડી સારવાર અર્થે ખિસ્સામાં રાખી હોય અને ગઠીયાનો શિકાર બની જાય તો એ ગરીબ ક્યાં જાય ? કોને કહે ? સ્વજન દર્દીની સારવાર કરવા જાય કે ગઠીયા શોધવા નિકળે ? તેથી તુરંત પોલીસનો 100 નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.

સંકુલમાં અસામાજીક તત્વોના ફોટા સાથે પોસ્ટર ચોંટાડવા જોઈએ

એસએસજીના સત્તાધીશોએ પોલીસ સાથે સંકલન સાધીને સંકુલમાં ફરતા આવા અસામાજીક તત્વોની તમામ િવગત મેળવીને ફોટા સાથે નામ જોગ પોસ્ટર્સ ઠેર-ઠેર ચોંટાડવા જોઈએ. તેમજ સોશીયલ મીડીયા દ્વારા જાણકારી આપવી જેથી આવા તત્વોની ઓળખ જાહેર થઈ જાય તો ગરીબ અને લાચાર નિર્દોષો પોસ્ટર્સ જોઇને ઓળખી શકે ને ઠગ ટોળકીનો ભોગ બનતા અટકે તેમજ અન્યને પણ આવા તત્વોની બચવા જાણકારી આપી શકે.

Most Popular

To Top