Sports

T20 વર્લ્ડ કપ માટે ઇંડિયન ટીમની જાહેરાત: આ બે ખેલાડીઓની થઈ એન્ટ્રી, ચહર-શમી સ્ટેન્ડબાય

મુંબઈ: (Mumbai) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે 12 સપ્ટેમ્બરના રોજ ICC T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇંડિયાની (Team India) જાહેરાત કરી હતી. અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ટીમમાં (Team) પરત ફર્યા છે. મોહમ્મદ શમી અને દીપક ચહરની પસંદગી કરવામાં આવી નથી. જોકે શમી અને ચહરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને પણ તેમની સાથે સ્ટેન્ડબાય પ્લેયર (Player) તરીકે રાખવામાં આવ્યા છે.

ઇંડિયન ટીમની 15 સભ્યોની ટીમમાં રવિન્દ્ર જાડેજા પણ નથી. ઈજાના કારણે તે ટીમમાં સામેલ થઈ શકશે નહીં. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. તેની સર્જરી થઈ છે અને તે લગભગ ચારથી પાંચ મહિના સુધી રમી શકશે નહીં. મળતી માહિતી મુજબ જાડેજાના સ્થાને અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે.

  • T20 ટીમ ઇંડિયા
  • રોહિત શર્મા (કેપ્ટન)
  • કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
  • વિરાટ કોહલી
  • સૂર્યકુમાર યાદવ
  • દીપક હુડા
  • રિષભ પંત (વિકેટ કીપર)
  • દિનેશ કાર્તિક (વિકેટ કીપર)
  • હાર્દિક પંડ્યા
  • રવિચંદ્રન અશ્વિન
  • યુઝવેન્દ્ર ચહલ
  • અક્ષર પટેલ
  • જસપ્રીત બુમરાહ
  • ભુવનેશ્વર કુમાર
  • હર્ષલ પટેલ
  • અર્શદીપ સિંહ

આ સાથે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર માત્ર એક એક શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. જે સિરીઝમાં આ ખેલાડીઓ નહીં રમે તેમને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ને રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. હાર્દિક અને ભુવનેશ્વર દક્ષિણ આફ્રિકા સામેની ટીમનો ભાગ નહીં હોય તો અર્શદીપ ઓસ્ટ્રેલિયા સામેની ટીમનો ભાગ નહીં હોય.

ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપ), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

Most Popular

To Top