Sports

સાઉથ આફ્રિકાને ત્રીજો ફટકો, શમીએ કેપ્ટન બાવુમાને 10 રને આઉટ કર્યો; સ્કોર 10 ઓવરમાં 40/3

T20 વર્લ્ડ કપમાં પર્થમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-12 મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 134 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને શરૂઆતની ઓવર્સમાં જ બે ઝટકા લાગ્યા છે. અર્શદીપે ક્વિન્ટન ડિકોક અને રિલી રોસોયુને આઉટ કર્યા છે. તો શમીએ કેપ્ચન બાવુમાને 10 રને આઉટ કરીને ટીમને ત્રીજી સફળતા અપાવી હતી. હાલ ડેવિડ મિલર અને એડન માર્કરમ ક્રિઝ પર છે.

T20 વર્લ્ડ કપમાં (T20 World CUP) પર્થમાં ભારત (India) અને સાઉથ આફ્રિકા (Sauth Africe) વચ્ચે સુપર-12 મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા.ભારતીય ટીમ તરફથી સૌથી વધુ સૂર્યાએ 40 બોલમાં 68 રન ફટકાર્યા હતા. તેના સિવાય ભારતના અન્ય કોઈ બેટર્સ ચાલ્યા નહોતા. લુન્ગી એન્ગિડીએ તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. તો વેઇન પાર્નેલે 3 વિકેટ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

India: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

SA: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), રિલી રોસોયુ, એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા, કાગિસો રબાડા અને લુન્ગી એન્ગિડી.

ટીમે એક ફેરફાર કર્યો છે. અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે.પહેલી બે મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને હરાવી ચૂકેલી ભારતીય ટીમ જો આ મેચ જીતી જાય છે તો સેમિફાઈનલમાં સ્થાન લગભગ નક્કી થઈ જશે.

ગયા મહિને જ ભારતે સાઉથ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું
સપ્ટેમ્બરમાં, T20 વર્લ્ડ કપ પહેલાં, ભારતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ત્રણ મેચની T20 સિરીઝ રમી હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. તો આને જોતા ભારતનું પલડું ભારે રહેશે. આ પહેલાં યોજાયેલા તમામ T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ પાંચ વખત સામસામે આવી ચૂકી છે. જેમાંથી ભારતે 4 અને સાઉથ આફ્રિકા માત્ર 1 જીત્યું છે.

Most Popular

To Top