Sports

T20 વર્લ્ડ કપ Live : પાકિસ્તાને ઈંગ્લેન્ડને આપ્યો 138 રનનો લક્ષ્યાંક

T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022ની ખિતાબની લડાઈમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની (Pakistan And England) ટીમો આમને-સામને છે. બંને ટીમો પહેલા જ T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. એટલે કે આજે જે પણ જીતશે તે વેસ્ટ ઈન્ડિઝની સાથે આ ટ્રોફી (Trophy) બે વખત જીતનારી બીજી ટીમ બની જશે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 138 રનનો લક્ષ્યાંક (Target) રાખ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ (Batting) કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બેટિંગ ફ્લોપ રહી હતી. છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન બાબરે 32 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

બીજી તરફ ઇંગ્લેન્ડની બેટિંગ પણ દર્શકોની અપેક્ષા કરતા નબળી રહી હતી. 10 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 77 રનને પાર કરી ગયો હતો. બેન સ્ટોક્સ અને હેરી બ્રુક ક્રિઝ પર હતા. ઇંગ્લેન્ડે શરૂઆતની ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા હતા, પરંતુ ત્રણ વિકેટ પડી ગયા બાદ રમત ધીમી થઈ ગઈ હતી. જો કે ઈંગ્લેન્ડની બેટિંગમાં ઊંડાણ છે અને ડેથ ઓવરોમાં આ ટીમ ઝડપી રન બનાવીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી શકે તેવી દર્શકોને અપેક્ષા હતી. આઠ ઓવર રમીને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. જ્યારે છઠ્ઠી ઓવરમાં રઉફે બટલરને આઉટ કર્યો હતો. બટલરે 26 રન બનાવ્યા હતા. 6 ઓવર બાદ ઇંગલેન્ડનો સ્કોર 53 રન હતો. 82 રન પર ઇંગલેન્ડની ચોથી વિકેટ પડી હતી. શાદાબે હેરી બ્રૂકને આઉટ કર્યો હતો. 14 ઓવર બાદ ઇંગલેન્ડને 36 બોલમાં 49 રનની જરૂર હતી.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20.0 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. બીજી તરફ હેરિસ રઉફે પોતાની પ્રથમ ઓવરમાં જ ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. રઉફે ફિલ સોલ્ટને પેવેલિયન પરત મોકલ્યો હતો. ઈંગ્લેન્ડે 32 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી.

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમો આમને-સામને હતા. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. બંને ટીમોએ એક-એક વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાન 2009માં ટી20 અને ઈંગ્લેન્ડ 2010માં ચેમ્પિયન બન્યું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top