નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી T20 વર્લ્ડ કપ 2024માં (T20 World Cup 2024) નવી ડીઝાઇનની જર્સી (Jersey) પહેરશે. તેમજ બીસીસીઆઈએ 6 મેના રોજ આ નવી ડિઝાઇનની (New design) જર્સી લોન્ચ કરી હતી, જેમાં ખભા પર ભગવા રંગની પ્રિન્ટ છે, જ્યારે મોટાભાગની જર્સી વાદળી રંગની છે. ત્યારે જર્સીના લોન્ચ સાથે જ જર્સી ઉપર મીમ બનવાના શરૂ થઇ ગયા છે. તેમજ તારખ મહેા ફેન્સ આ જર્સીને જેઠાલાલ પ્રેરિત ગણાવી રહ્યા છે.
આ જર્સીની ડિઝાઈન બીસીસીઆઈના એપેરલ પાર્ટનર એડિડાસે (Adidas) તૈયાર કરી છે. તેમજ આ જર્સીના લોન્સ સાથે જ BCCIના ઓફિશિયલ કિટ સ્પોન્સર Adidas એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સ્પિનર કુલદીપ યાદવનો એક વીડિયો શેર કર્યો હતો, તેમજ ટીમ ઈન્ડિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો ફરીથી પોસ્ટ કર્યો હતો. જેમાં આ ભારતીય ક્રિકેટરો જર્સી ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા.
શું ખરેખર ટીમ ઇન્ડિયાની જર્સી છે જેઠાલાલ પ્રેરીત?
ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ જર્સી કેટલાક ક્રિકેટ રસીયાઓને કંઇ ખાસ પસંદ આવી નહીં. તેમને ભગવો રંગ અને ભૂરો રંગ સાથે ગમ્યો ન હતો. ત્યારે તેમણે આ જર્સીને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધુ હતું. તેમજ તેની તુલના તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિશોડમાં જેઠાલાલની જર્સી સાથે કરી હતી. આ એપિસોડમાં જેઠાલાલ GPL ગોકુલધામ પ્રીમીયર લીગમાં આવી જ ભૂરી અને ભગવા રંગની જર્સી સાથે જોવા મળ્યો હતો.
જર્સીની સરખામણી સર્ફ એક્સેલ વોશિંગ પાવડર સાથે પણ થઇ
આ સાથે જ માત્ર જેઠાલાલ સાથે જ નહીં પરંતુ ટીમ ઇન્ડીયાની જર્સીને સર્ફ એક્સેલ સાથે પણ કમ્પેર કરવામાં આવી રહી છે. તેમજ ટ્રોલર્સ મીમ પણ શેર કરી રહ્યા છે. કે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. આ સાથે જ જર્સીની સરખામણીની ઘણી કોમન્ટ્સ પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહી છે.
ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓ:
શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.