Sports

બીજી ટી-20 : કોહલી-કિશનની ધમાલ, ટીમ ઇન્ડિયાની જીત

અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20માં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે મુકેલા 165 રનનો લક્ષ્યાંકને ભારતીય ટીમે ઇશાન કિશનની અર્ધસદી અને કેપ્ટન વિરાટ કોહલીની નોટઆઉટ અર્ધસદીની મદદથી 17.5 ઓવરમાં 3 વિકેટે કબજે કરીને મેચ 7 વિકેટે જીતીને સીરિઝ 1-1ની બરોબરી પર મુકી હતી.

ઇંગ્લેન્ડે જેસન રોયની 35 બોલમાં 46 રનની ઇનિંગ ઉપરાંત ઇયોન મોર્ગનના 28, બેન સ્ટોક્સના 24, ડેવિડ મલાનના 24 અને જોની બેયરસ્ટોના 20 રનની મદદથી 6 વિકેટના ભોગે 164 રન બનાવ્યા હતા. 165 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમે કેએલ રાહુલની વિકેટ ફરી પહેલી ઓવરમાં જ ગુમાવી હતી.

જો કે તે પછી ડેબ્યુટન્ટ ઇશાન કિશન અને કેપ્ટન વિરાટ કોહલીએ મળીને 10 ઓવર સુધીમાં 94 રનની ભાગીદારી કરી હતી અને એ સ્કોર પર કિશન 32 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રન કરીને આઉટ થયો હતો. તે પછી કોહલી અને પંતે મળીને 36 રનની ભાગીદારી કરી હતી. પંત 13 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો અને તે પછી કોહલીએ શ્રેયસ ઐય્યર સાથે મળીને જીતની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. કોહલીએ 18મી ઓવરના પાંચમા બોલે છગ્ગો ફટકારીને ટીમને જીતાડી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top